ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન ગરબા હરીફાઈ યોજાઈ

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન ગરબા હરીફાઈ યોજાઈ, વિજેતાઓને ઇનામોની વણઝાર
ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈમાં મોટી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો.. હરીફાઈમાં ભાગ લેનાર બાળાઓ મન મુકીને ગરબે ઘૂમી હતી તો છેલ્લા રાઉન્ડમાં ક્લબના સભ્યો વચ્ચે હરીફાઈ યોજાયેલ..
જે બંને સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને સોનાની બુટી, દ્વિતીય ક્રમે વિજેતાને પણ સોનાની બુટી અને ત્રીજા નંબરે આવેલ વિજેતાને સોનાની ચૂક ઈનામમાં આપવામાં આવી હતી વિજેતા થયેલ તથા ભાગ લેનાર તમામ ૮૦ સ્પર્ધકોને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા. જે કાર્યક્રમના દાતા ધીરૂભાઈ સુરેલીયા રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, સેક્રેટરી હર્ષદભાઈ ગામી તથા પ્રોજેક્ટ ચેરમેન વંદનાબેન જોશી, ધર્મિષ્ઠાબેન વ્યાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
રીપોર્ટ :- જનક રાજા, મોરબી