પોલીસ ની ધાક ને લાગ્યો કાટ : અરજીની તપાસમાં ગયેલ પી આઈ પર હુમલો

વાંકાનેર સીટી પી આઈ બી જી સરવૈયા પર લીંબાળા ગામ નજીક હુમલો થયો હોવાની માહિતી મળી હતી તો ઈજાગ્રસ્ત પી આઈ ને વાંકાનેરની પીર મસાયસા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો મોરબી જીલ્લા પોલીસનો મોટો કાફલો લીંબાળા ગામ દોડી ગયો છે
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પી આઈ બી જી સરવૈયા લીંબાળા ગામ નજીક પવન ચક્કીની તપાસ માટે અરજદાર સાથે ગયા હોય દરમિયાન અચાનક જ કેટલાક શખ્સોએ હુમલો કરી દેતા પી આઈ બી જી સરવૈયાને માથાના ભાગે ઈજા થઇ હતી તો પી આઈ સાથે રહેલ અરજદારને પણ ઈજા થઇ હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી તો ઈજાગ્રસ્ત પી આઈ સરવૈયાને સારવાર માટે પીર મસાયસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેતો ધટનાની જાણ થતા મોરબ એલસીબી, એસઓજી, ટંકારા, વાંકાનેર સીટી, વાંકાનેર તાલુકા પોલીસ સહિતનો જીલ્લાના ઉચ્ચ અધિકારી સહિતનો મોટો કાફલો લીંબાળા ગામ દોડી ગયો હતો અને વધુ તપાસ ચલાવવામાં આવી હતી પી.આઈ બી જી સરવૈયા પર કોણે હુમલોકર્યો તે જાણી શકાયું નથી પણ સવાલ એ છે કે તપાસમાં ગયેલ પી આઈ પર આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા આવા તાત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે તો ધટના અંગે હાલ વાંકાનેર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી