મુલદ ચોકડી પાસે રોંગ સાઈડ માંથી આવતા કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધા

મુલદ ચોકડી પાસે રોંગ સાઈડ માંથી આવતા કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધા
Spread the love

મુલદ ચોકડી પાસે રોંગ સાઈડ માંથી આવતા કાર ચાલકે બાઈક ચાલકને હડફેટે લીધા.

મુલદ ચોકડી ના સર્વિસ રોડ પર રોંગ સાઈડ આવતી કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા.

ગોવાલી ગામના બાઇક પર સવાર બે ઈસમોને અકસ્માતમાં ચાર ફ્રેક્ચર થયા.

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા કિશન રમણભાઈ ઠાકોર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ કિશન ઠાકોર ના મામા નો છોકરો કિરણ ભગવાનભાઈ મોકાસર ગોવાલી થી તેમની બાઇક લઇ ઝાડેશ્વર ખાતે એટીએમમાંથી પૈસા ઉપાડવા નીકળ્યા હતા. મુલદ ચોકડી થી ભરૂચ જવાના સર્વિસ રોડ પરથી તેઓ તેમની સાઇડે થી પસાર થતા હતા તે દરમિયાન રોંગ સાઈડ પરથી એક કાર ચાલક તેની કાર પૂરઝડપે હંકારી લાવી કિશન તથા કિરણની બાઈક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર કિશન તથા કિરણ નીચે પડી ગયેલા. અકસ્માતમાં કિશનને ખભાના ભાગે ક્રેક થયેલ તથા માથાના પાછળના ભાગે વાગ્યું હતું અને પગના ભાગે છોલાઈ ગયો હતો. કિરણને ડાબા જમણા પગે ફેક્ચર થયું હતું અને આંગળીમાં ફ્રેકચર થયું હતું તથા મોઢાના ભાગે છોલાઈ ગયેલો હતો. બંને ઇજાગ્રસ્ત બાઇક સવારોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે કિશન રમણભાઈ ઠાકોરે કારચાલક મનીષ મદનલાલ શર્મા રહેવાસી શ્રી ધામ સોસાયટી કડોદરા સુરત વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!