દાહોદના ભાઠીવાડાનો સિદ્ધાર્થ ભરવાડ શૂટિંગ વોલીબોલની નેશનલની ટીમમા પસંદગી

દાહોદ
સિધ્ધિ: દાહોદના ભાઠીવાડાનો સિદ્ધાર્થ ભરવાડ શૂટિંગ વોલીબોલની નેશનલની ટીમમા પસંદગી પામ્યો
રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી નાસિક ટુર્નામેન્ટમા જવા વિદાય કર્યો દાહોદ તાલુકાના ભાટીવાડા ગામનો યુવાન શૂટિંગ વોલીબોલની નેશનલ ની ટીમમા પસંદગી પામ્યો છે.આજે આ રમતવીરનુ સન્માન કરવામા આવ્યુ હતુ.
દાહોદ જિલ્લામા યુવકો અને કિશોરો વિવિધ રમત ગમત ક્ષેત્રે ઝળકી રહ્યા છે.યુવતિઓ પણ રમતગમતોમા કાઠું કાઢી રહી છે.જિલ્લામા ગ્રામીણ ઓલિમ્પિક નુ આયોજન પણ કરવામા આવે છે ત્યારે હવે જિલ્લાનુ ખેલ જગત ક્રિકેટ પુરતુ સિમિત રહ્યુ નથી.ત્યારે દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામના સિદ્ધાર્થ પ્રતાપભાઈ ભરવાડ નામના યુવકે શૂટિંગ વોલીબોલ ક્ષેત્રે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.સિદ્ધાર્થે સુરેન્દ્રનગર મા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.પરિણામે તેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાની ટીમમા થઈ છે.આજે તેને દાહોદ જિલ્લા ભાજપા મહામંત્રી અને એપીએમસીના ચેરમેન કનૈયાલાલ કિશોરી તેમજ સમાજના અગ્રણી નેતાઓના હસ્તે સન્માન કરી,શુભેચ્છા પાઠવી નાસિક,મહારાષ્ટ્ર મુકામે ટુર્નામેન્ટ માટે વિદાય કરવામા આવ્યો હતો.
રીપોર્ટ: નિલેશ આર નિનામા