મોરબી-માળીયા હાઈ-વે પર કાર ચાલક લૂંટાયો: છરીની અણીએ રૂ. 6.15 લાખની લુંટ

મોરબી-માળીયા હાઈ-વે પર કાર ચાલક લૂંટાયો: છરીની અણીએ રૂ. 6.15 લાખની લુંટ
Spread the love

રાજ્યમાં જાણે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ રહી હીય તેમ દીનપતિદિન ચોરી, લૂંટફાટના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી માળિયા હાઈવે પર લુંટની ધટના બનતા ચકચાર મચી જવા પામી છે તો ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ધટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ ચલાવવામાં આવી છે

મળતી માહિતી મુજબ કચ્છના નખત્રાણાથી ગોંડલ એક વ્યક્તિ રોકડ રકમ લઈને ગોંડલ પૈસા આપવા માટે જતો હોય દરમિયાન મોરબીના સોખડા પાટિયા નજીક પિતૃકૃપા હોટલ પાસે બે શખ્સોએ છરી વડે હુમલો કરીને કાર ચાલકને પાસેથી લુંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી સુત્રો પાસેથી મળી રહી છે તો કાર ચાલક પાસે ૬.૧૫ લાખ રૂપિયા હોય જેની લૂટ થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે તો ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ એમ આર ગોઢાણીયા સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી હતી. હાઈવે પર લુંટનો બનાવ બનતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો માળિયા હાઈવે પર આગાઉ પણ હાઈવે પર લુટના બનાવ બની ચુક્યા છે તો ફરી હાઈવે પર લુંટનો બનાવ બનતા પોલીસના પેટ્રોલીગ પર પણ સવાલ ઉભા થયા છે તો બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે વિવિધ દિશામાં વધુ તપાસ ચલાવી છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

11-59-35-WhatsApp-Image-2021-11-09-at-11.51.11-AM-0.jpeg IMG_20211109_121841-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!