ખાનગી એજન્સીના મેનેજર અને સફાઇ સુપર વાઇઝર જાંબુડી વિદેશી દારુ ઠેકા પર જૉવા મળ્યાં….!

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વિવિધ નાના મોટા ગામો આવેલા છે ચોક્કસપણે કહી શકાય છે કે આ વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં લોકો આસાનીથી વિદેશી દારૂ મેળવી અને શરાબની મજા લઇ રહ્યા છે. અંબાજી શક્તિપીઠ ગુજરાતનું મોટામાં મોટું શક્તિપીઠ છે અંબાજી થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર શિવધામ આવેલું છે. આ કોટેશ્વરથી જાંબુડી તરફના માર્ગ પર રાજસ્થાન રાજ્યની હદમાં વિદેશી દારૂનો ઠેકો આવેલો છે. અંબાજી ખાતે સફાઇની કામગીરી કરતી ખાનગી એજન્સીના મેનેજર અને સફાઈ સુપરવાઇઝર શુક્રવારે સાંજે છ વાગે વિદેશી દારૂના ઠેકા ઉપર જોવા મળ્યા હતા.
અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ સફાઈની કામગીરી કરતી હતી અને આ એજન્સી વર્ષે કરોડો રૂપિયાનું ચુકવણું થતું હોવા છતાં અંબાજીમાં સૌથી ખરાબ સફાઇની કામગીરી કરવાને પગલે તેમને 3 વખત સી ગ્રેડ આવ્યો હતો. જે પગલે ઓલ સર્વિસ ગ્લોબલને હટાવવામાં આવી હતી અને આ સ્થાને રાજદીપ એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. ખાનગી એજન્સીને કામગીરી પણ ખૂબ જ ખરાબ અને નબળી કામગીરી જોવા મળી હતી. આ એજન્સીમા મેનેજર રંગીન મિજાજનો હોઈ પોતાનાં સુપરવાઇઝર સાથે જાંબુડી તરફ દિવસમાં બે વખત અવર જવર કરી રહ્યા છે. મેનેજર જે મકાનમા રહે છે તે મકાનમા પણ રાત્રે પોલીસ અચાનક રેડ કરે તો સત્ય બહાર આવી જાય. ખાનગી એજન્સીના મેનેજર અને સફાઈ સુપરવાઇઝર શુક્રવારે સાંજે છ વાગે વિદેશી દારૂના ઠેકા ઉપર જોવા મળ્યા હતા.
ખાનગી એજન્સીના મેનેજર અને કેટલાક સુપરવાઈઝર નશામાં…!
અંબાજી પંથકમાં ચાલતી ચર્ચા મુજબ ખાનગી એજન્સીના મેનેજર અને કેટલાક સુપર વાઈઝર નશો કરી રહ્યા છે અને સાંજે રાત્રે પોલીસ આ લોકોને ચેક કરે તો આ લોકો સામે ગુનો દાખલ થાય. ખાનગી એજન્સીના મેનેજર અને કેટલાક સુપર વાઇઝર ગુજરાત રાજ્ય છોડી કેમ દિવસમાં બે વાર જાંબુડી વીદેશી દારૂ ના ઠેકા પર જૉવા મળી રહ્યાં છે જે તપાસનો વિષય છે. આ સિવાય અંબાજી મંદિર ટ્રસ્ટ મા ફરજ બજાવતા લોકો પણ શુક્રવારે સાંજે છ વાગે જૉવા મળ્યાં હતા.
કેટલાક કર્મચારીઓ નશામાં !
કેટલાક કર્મચારીઓ જેમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓ જે દેવસ્થાન ટ્રસ્ટ મા ફરજ બજાવી રહ્યા છે તેમાના કેટલાક કર્મચારીઓ નશામા હોવાની વાત સામે આવી છે. શુક્રવારે સાંજે છ વાગે કર્મચારીઓ પણ વીદેશી દારૂ ઠેકા પર જૉવા મળ્યાં હતા. વહીવટદારે આ બાબતે રાત્રે ઓચિંતી મુલાકાત કરે તો સત્ય બહાર આવી શકે તેમ છે.
રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)