કડીના નાની કડી રોડ પર રાત્રી દરમિયાન એક ટ્રક ઝાડ સાથે ટકરતા ઝાડ જમીનદોસ્ત

- રાત્રી ત્રણ વાગ્યે ના અરસા માં સર્જાયો ગમખ્વાર અકસ્માત
કડી પંથક માં આવેલ નાની કડી વિસ્તારમાં ડી. જે. સ્કૂલની સામે મોડી રાત્રે એક ટ્રક ને અકસ્માત નડ્યો હતો જેમા ટ્રક ચાલકે પોતાની ટ્રક એક લીમડાના ઝાડ સાથે ટકરાવતા ટ્રકને ભારે નુકશાન પહોંચ્યું હતું ત્યારે બીજી બાજુ લીમડાનું ઝાડ જમીન દોસ્ત થયું હતું. હાલમાં મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં કોઈ જાન હાનિ પહોંચી નહોતી.
નાની કડી રોડ પર થયેલા અકસ્માતમાં મળતી માહિતી પ્રમાણે ટ્રક નવલખી પોર્ટથી પથ્થરિયો કોલસો ભરીને કડી તાલુકાના રાજપુર ગામમાં આવેલ માઈક્રો કંપની જઇ રહી હતી ત્યારે કડી બાજુથી નાની કડી રોડ પર આવી રહેલ એક ડમ્પર ને બચાવવા જતા કોલસા ભરેલ ટ્રકના ચાલકે પોતાની ટ્રક ઝાડ સાથે ટકરાવી હતી. અકસ્માતમાં લીમડાના ઝાડ સાથે ટક્કર વાગતા વીજળીના તાર તૂટી ગયા હતા. જેના લીધે નાની કડી રોડ પરની તમામ સોસાયટીમાં વહેલી સવાર સુધી અંધારા પટ છવાઈ ગયું હતું બાદમાં તંત્ર ને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી રીપેરીંગ કામ હાથ ધર્યું હતું.