કડીના ચંદ્રાસણ ગામમાં સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ

કડી તાલુકામાં આગામી સમયમાં વિવિધ સરકારી કામોને આવરી લઈ અરજદારોના કામ એકજ સ્થળે નિકાલ થાય તેવા હેતુથી જુદા જુદા સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે જેમાં બધા ગામોને આવરી લેવામાં આવશે. કડી તાલુકાના ચંદ્રાસણ ગામમાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્થાનિક પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરાયું હતું.
સેવાસેતુ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના 742 અરજદારોએ જાતિ, આવક, વિધવા સહાય, રેશનકાર્ડ, આધારકાર્ડમાં કાર્ડ સહિતની યોજનાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અજીતભાઈ પટેલ, ચેરમેન ગૌરાંગ પટેલ, કરશનજી ઠાકોર, યશવંતપુરા અને ચંદ્રાસણ ગામના સરપંચ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.