ટ્રાફિક આઈલેન્ડ તબક્કાવાર પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી આપવાં વિચારણાં

સુરતમાં વધતાં જતાં રોડ સાથે ટ્રાફિક સર્કલ પણ વધી રહ્યાં છે. મ્યુનિ. ટ્રાફિક સર્કલ તો તાત્કાલિક બનાવી દે છે પરંતુ ત્યાર બાદ મેઈન્ટેનન્સ માટે સમસ્યા ઉભી થઈ રહી છે. ભુતકાળમાં ટ્રાફિક આઈલેન્ડ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી વિકસાવ્યા છે તેવી રીતે અન્ય ટ્રાફિક સર્કલ પણ વિકસાવાનું મ્યુનિ. આયોજન કરી રહી છે.
સુરત મ્યુનિ. વિસ્તારમાં અત્યાર સુધીમાં 275 જેટલા ટ્રાફિક આઈલેન્ડ બન્યાં છે. તેનું મેઈન્ટેનન્સ મ્યુનિ. કરે તેની જગ્યાએ સ્પોન્સર શોધીને મ્યુનિ. આવક પણ ઉભી કરી શકે છે. હાલમાં 175 જેટલા ટ્રાફિક સર્કલ પીપીપી ધોરણે વિકસાવવામાં આવ્યા છે. મ્યુનિ. સાથે કરાર કરનાર એજન્સી, કંપનીનો કરાર પુરો થાય ત્યાર બાદ નવા કરારમાં મ્યુનિ.ને રોયલ્ટી મળે તેવું આયોજન થઈ રહ્યું છે. મ્યુનિ.એ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી આઈલેન્ડ બનાવી, તેનું મેઈન્ટેનન્સ કંપની કરે અને તેની જાહેરાતની રોયલ્ટી પણ મ્યુનિ.ને મળે તેવા પ્રયાસમાં કેટલીક સફળતાં પણ મળી છે. મ્યુનિ.ને કેટલાક સ્પોટ પર એન્સીએ સામેથી રોયલ્ટી આપવા માટેની ઓફર કરી છે. જેનાં કારણે હવે મ્યુનિ. પ્રાઈમ લોકેશન શોધીને આવક ઉભી કરી શકે છે. જેની સાથે કરાર પુરાં થયાં છે તેનાં નવાં કરાર કરવાં સાથે જેે સર્કલનું મેઈન્ટેનન્સ મ્યુનિુ. કરે છે તેના માટે પણ સ્પોન્સર શોધીને મેઈન્ટેનન્સની જવબાદારીમાંથી તંત્ર મુક્ત થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત