મોરબીના ઝીંઝુડા ગામેથી રૂ.600 કરોડોનું ડ્રગ્સ ઝડપી લેતું એટીએસ

મોરબીના ઝીંઝુડા ગામેથી રૂ.600 કરોડોનું ડ્રગ્સ ઝડપી લેતું એટીએસ
Spread the love

૬૦૦ કરોડની કિમતનો જથ્થો ગુજરાત એટીએસ ટીમે ઝડપ્યો ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ઘુસાડ્યો ડ્રગ્સનો જથ્થો

પાડોશી દેશ પાકિસ્તાન દેશના યુવા ધનને બરબાદ કરવા નશીલા દ્રવ્યો ગુજરાતના દરિયાકાંઠા મારફત ઘુસાડવાની કાયમી પેરવી કરતુ રહે છે તો છેલ્લા દિવસોથી ગુજરાત પોલીસ અને એટીએસ ટીમો પણ સતર્ક બનીને નાપાક ઈરાદાઓને નાકામ બનાવી રહી છે જેમાં મોરબીના ઝીંઝુડા ગામમાંથી ૧૨૦ કિલો ડ્રગ્સના જથ્થા સાથે એટીએસ ટીમે ત્રણ ઇસમોને દબોચી લીધા છે

ગુજરાતના દરિયાકાંઠેથી હેરોઈનની દાણચોરીના બનાવો વધતા હોય જેમાં અગાઉ પાકિસ્તાન અને ઈરાનથી મોકલેલ હેરોઈનનો મોટો જથ્થો ઝડપી લેવાયો હતો તે ઉપરાંત તાજેતરમાં દ્વારકા જીલ્લામાંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો જેને પગલે એટીએસ ટીમે સતર્કતા દાખવી હતી અને સઘન તપાસ ચલાવતા મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં ડ્રગ્સના જથ્થા વિષે બાતમી મળી હતી

જેથી ગુજરાત એટીએસ ટીમના નાયબ પોલીસ અધિક્ષક કે કે પટેલની ટીમ દ્વારા જામનગર અને ખંભાળિયાના જબ્બાર જોડિયા તથા ગુલામ ભગાડ દ્વારા માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીર દરગાહ પાસે આવેલ સમસુદિન હુશેનમિયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવીન બની રહેલ મકાનમાં જથ્થો રાખ્યો હોય જે બાતમીને પગલે એટીએસ ટીમ ત્રાટકી હતી જેમાં આરોપીના નવા બની રહેલ મકાનમાંથી ૧૨૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આતા જપ્ત કરાયો છે જેની બજાર કીમત અંદાજીત ૬૦૦ કરોડ હોવાનું જાણવા મળ્યું છે તો રેડ દરમિયાન આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ રહે જોડિયા જી જામનગર, સમસુદિન હુશેનમિયા સૈયદ રહે ઝીંઝુડા તા. મોરબી અને ગુલામ હુશેન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમિ દ્વારકા એમ ત્રણ ઇસમોને ઝડપી લેવાયા છે

* પાકિસ્તાનથી વાયા દ્વારકા જથ્થો મોરબીના ઝીંઝુડા પહોંચાડયાની કબુલાત
ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં જપ્ત કરેલ હેરોઈન જથ્થો ગુલામ જબ્બાર અને ઈસા રાવ રહે જોડિયા વાળાએ પાકિસ્તાનના ઝાહીદ બશીર બ્લોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવ્યો હતો જેની ડીલીવરી ઓક્ટોબર ૨૦૨૧ ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં લીધી હતી અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે સંતાડ્યો હતો અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામ પહોંચાડ્યો હતો

* ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓનો સંપર્ક હોવાની આશંકા
ઝડપાયેલ આરોપી ગુલામ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હોય જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં હોવાની આશંકા ગુજરાત એટીએસ ટીમે વ્યક્ત કરી છે અને પાકિસ્તાની ઝાહીદ બ્લોચ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા વર્ષ ૨૦૧૮ માં ૨૨૭ કિલો હેરોઈન ગુન્હામાં વોન્ટેડ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG_20211115_123357-0.jpg IMG_20211115_123441-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!