ગ્રંથપાલ સન્માન કાર્યક્રમ યોજાયો

ગ્રંથપાલ સન્માન કાર્યક્રમ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત શહેરમાં સૌ પ્રથમવાર ગ્રંથપાલ કે લાયબ્રેરીના પાયામાં જેમનું બહુ મોટું યોગદાન હોય છે તેવા ગ્રંથપાલ સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં 85 વર્ષના નિવૃત ગ્રંથપાલ કાંતિભાઈ ઉનડકટનું સીંધી સમાજના અગ્રણી શ્રી હરીશભાઈ હરિયાણીના હસ્તે, સરકારી મેડીકલ કોલેજના યુવા ગ્રંથપાલ શ્રી રાજુભાઇ ત્રિવેદીનું વિવેકાનંદ યુથ કલબના શ્રી હસમુખભાઇ રાચ્છના હસ્તે અને સમગ્ર ગુજરાતની શ્રેષ્ઠ કોલેજ વી.વી.પી.એન્જિનિયરિંગ કોલેજના ઉત્સાહી ગ્રંથપાલ ડો.તેજસભાઈ શાહનું સ્વામિનારાયણ ગુરુકુળના પૂર્વ પ્રિન્સીપાલ શ્રી વઘાસીયા સાહેબના હસ્તે ભાતીગળ તેમજ પરંપરાગત રીતે સન્માન કરવામાં આવેલ*
*સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી હસુભાઈ શાહ પંકજ રૂપરેલીયા પ્રકાશ હાથી પરિમલભાઈ જોષી જ્યેન્દ્રભાઈ મહેતા રતીભાઈ કક્કડ કાર્યરત રહેલ*
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ