અમરેલી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલની સમીક્ષા બેઠક મળી

અમરેલી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલની સમીક્ષા બેઠક મળી
અમરેલી તા. ૨૬ નવેમ્બર, અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકની શરૂઆતમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એલ.એફ.અમીન દ્વારા સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલના ઉદ્દભવ અને અમલીકરણ વિશે વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. બેઠકમાં મુખ્યત્વે સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ (SDGs) કુલ ૧૭ ગોલ તેમજ ઇન્ડીકેટર્સ વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ આ ઇન્ડીકેટરના આધારે તૈયાર કરેલ જિલ્લાના સસ્ટેનેબલ ગોલ રિપોર્ટ મુજબ તમામ ઇન્ડીકેટર પૈકી ગુજરાત રાજ્યની એવરેજથી પણ ઓછી વેલ્યુ ધરાવતા ઇન્ડીકેટરની ચર્ચા કરવામા આવી અને આવા ઇન્ડીકેટરમાં જિલ્લાની સ્થિતિ સુધારવા માટે સબંધિત કચેરીના વડાને એક્શન પ્લાન રજુ કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.