હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે ભૈરવ જ્યંતી નિમિતે ભૈરવ મહાયજ્ઞ યોજાયો

ધારી તાલુકા ના રાજસ્થળી ગામે આવેલ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે ભૈરવ જ્યંતી નિમિતે ભૈરવ મહાયજ્ઞ યોજાયો.- કિન્નર અખાડા આચાર્ય મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા.
ધારી તાલુકા ના રાજસ્થળી ગામે આવેલ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે તારીખ.- ૨૭/૧૧ શનિવાર ને કાલભૈરવ જ્યંતી નિમિતે ભૈરવ મહાયજ્ઞ યોજાયો હતો આ તકે અખીલ ભારતીય કિન્નર અખાડા ના આચાર્ય મહામંડલેશ્વર શ્રી લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી, દસનામ જુના અખાડા મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મહેન્દ્રાનંદગીરીજી, મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજી દ્વારા હોમાત્મક યજ્ઞ ને આહુતિ આપી બીડું હોમવામાં આવ્યું હતું પૂજન, અર્ચન, મહાપ્રસાદ, મહાઆરતી, સંતમિલન વગેરે ધાર્મિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ગુજરાત ગોસ્વામી સમાજ ન યુવા અગ્રણી કૃષ્ણગીરી લીબડી, અમીતગીરી સાવરકુંડલા, ધર્મેન્દ્રગીરી અમરેલી, જનકગીરી વગેરે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ ના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ભાવિન ત્રિવેદી વિસાવદર વાળા બિરાજ્યા હતા. ગુજરાત ખાતે આવેલા કિન્નર અખાડા ના આચાર્ય મહામંડલેશ્વર શ્રી લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી એ હિન્દૂ સંસ્કૃતિ અને સનાતન ધર્મ ની રક્ષણ કરવાનો ઉપદેશ આપવામા આવ્યો હતો.
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.