વડિયા માં સવાર થી જ વરસાદી માહોલ, ખેડૂતોના પાક પર માડરાતુ માવઠાનુ જોખમ
વડિયા માં સવાર થી જ વરસાદી માહોલ, ખેડૂતોના પાક પર માડરાતુ માવઠાનુ જોખમ
ઘઉ, ધાણા, ચણા,લશણ, ડુંગળી, તુવેર સહીત ના પાકને નુકશાન
આખો દિવસ માવઠા રૂપી છાંટા શરુ, લોકોને ગરમ સ્વેટર પર રેઇન કોટ પહેરવા જેવી સ્થિતિ
ગામડામાં ચૂંટણી ના માહોલ માં સાથ પુરાવતા મેઘરાજા
વડિયા
સમગ્ર રાજ્યમાં વાતાવરણ ના પલટા ને કારણે કમોસમી વરસાદ ની આગાહી બે દિવસ માટે ની હવામાન વિભાગ દ્વવારા કરવામાં આવી હતી. આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહીત ગુજરાત માં અનેક ભાગોમા ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.અમરેલી ના છેવાડા ના તાલુકા એવા વડિયા માં પણ વહેલી સવાર થીં જ વરસાદી માહોલ સર્જાયો અને આખો દિવસ સતત વરસાદી છાંટા વરસતા જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર દિવસ ભર ઠંડા પવન અને સતત ઠંડી નો માહોલ સર્જાયો હતો. તો બીજી બાજુ લોકો ગરમ સ્વેટર સાથે રેઇન કોટ અને છત્રી લઈને નીકળતા લોકો પણ જોવા મળ્યા હતા.ગ્રામીણ વિસ્તાર માં પણ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતો પર ફરી કુદરત રૂઠ્યો હોય તેમ શિયાળુ વાવેતર હજુ ઉગી ને સરખુ થયુ છે ત્યાં જ વરસાદી માહોલ સર્જાતા ઘઉ, ધાણા, ચણા,લશણ, ડુંગળી, તુવેર સહીત ના પાકને નુકશાન થવાની પુરી શક્યતા જોવા મળી રહી છે. આમ ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાતા રોગચાળો પણ વકરવાની શક્યતા જોવા મળી રહી છે.ત્યારે ગામડાઓમાં જામેલા ચૂંટણી ના માહોલ માં મેઘરાજા પણ સાથ પુરાવતા હોય તેવુ જોવા મળી રહ્યુ છે.