ખેડબ્રહ્મા: વિકલાંગ દિન ની ઉજવણી

ખેડબ્રહ્મા: વિકલાંગ દિન ની ઉજવણી
સમગ્ર શિક્ષા દ્વારા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનું પણ સમાજમાં વિશિષ્ટ યોગદાન છે તેનું મહત્વ આ બાળકો, વાલીઓ તથા સમાજને પણ સમજાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીનું આયોજન તા: 03.12.2021 ને શુક્રવારના રોજ બી.આર.સી.ભવન ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવેલ જેમાં બી.આર. સી. કૉ. પિયુષભાઈ જોષી સાહેબ, સી. આર.સી. કૉ. ઑ.દિધીયા પ્રકાશભાઈ વણકર , તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ સુરેશભાઇ પટેલ, સ્પેશ્યલ એજ્યુકેટર , વિશિષ્ટ શિક્ષક તેમજ બી.આર.સી. નો તમામ સ્ટાફ અને દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ હાજર રહેલ આ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ બાળકો ધ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી અને સાથે નોટબૂક વિતરણ અને સી. આર.સી. કૉ. પ્રકાશભાઈ વણકરના પુત્ર સ્વ.કેપ્ટન જય કુમાર ની યાદમાં સી. આર.સી. કૉ. પ્રકાશભાઈ વણકર(દિધીયા)ના હસ્તે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.તેમજ બાળકોના મેડિકલ સર્ટિફિકેટ, UDID કાર્ડ , બસપાસ , પેન્શન યોજના વગેરેનું વિતરણ કરવામાં આવ્યું.
રિપોર્ટ . ધીરુભાઈ ખેડબ્રહ્મા