બબ્બે વિશ્વ રૅકોર્ડ વિજેતા બન્યો જેની નોંધ અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન લીધી

બબ્બે વિશ્વ રૅકોર્ડ વિજેતા બન્યો જેની નોંધ અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન લીધી .
વડતાલધામનો દિવ્યાંગ દિન:
॥वृतालये स भगवान जयतीह साक्षात॥
🚩 ❏ યાત્રાધામ વડતાલ ❏ 🚩
World Disability Day-2021 ના દિવસે વર્લ્ડ રેકોર્ડ સર્જાયા .
આજ રોજ બે સૌથી મોટા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા
આજ રોજ વર્લ્ડ ડિસેબિલિટી ના દિવસે ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા આજ રોજ પ્રોસ્ટેટિક્સ લિમ્પસ એ પણ જે 700 થી વધુ દિવ્યંગજનો ને 8 કલાક માં ડોનેશન કરવામાં આવ્યા તદુંપરાંત પ્રોસ્ટેટીક લિમ્પસ 700 દિવ્યાંગ ને ફીટ પણ કરી આપવામાં આવ્યા. વડતાલ ખાતે લાઈવ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પટ કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન અમેરિકા ની ખ્યાતનામ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન જે વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર જેના પદાધિકારીઓ સવાર થી જ ત્યાં સ્થળ પર હાજર રહ્યા હતા. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ના પદાધિકારીઓ એ સંપૂર્ણ તાપસ અને રીવ્યુ કર્યા બાદ હજારો હરિ ભક્તો ની હાજરી માં મહાન સંતોની ઉપસ્થિતિ માં સ્ટેજ પર બંને વર્લ્ડ રેકોર્ડ ના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
‘Hi-tech Prosthetic limbs’
વડતાલધામને આંગણે આજે ૭૦૦
દિવ્યાંગો માટે બન્યો ‘દિવ્ય દિન !’
——————————————
અક્સ્માતે હાથ પગ ગુમાવનારા દિવ્યાંગો
હવે બિચારા બાપડા લાચાર કે પરાધિન
નથી રહ્યા, પણ કૃત્રિમ અંગ ઉપાંગોની
બક્ષીસથી તેઓ સ્વનિર્ભર બની ગૌરવભરે
જીવતા થયા છેઃ
‘ હમ કિસીસે કમ નહિ ‘ એવો રણકાર
તેમના હ્રદયમાંથી ઊઠ્યો છેઃ એ આંતર
રણકારે જ તેમને સ્વનિર્ભર બનવા માટે
પૂરો જોમ પૂર્યો છે અને સાથે પરાધિનપણું
નિર્મૂળ થયું છેઃ બસ, હમ
ક્યો રહે પીછે..!? આ ભાવના તેમનામાં
દ્રઢીભૂત બની છેઃ
ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ
રોગાતુરજનોની સેવા કરવા આપણને
બોધ આપ્યો છે ત્યારે એને અનુસરીને
વડતાલ સંસ્થાન અને ગોકુલધામ નારે
સંયુકતપણે થોડા ને ઘણા ૭૦૦
દિવ્યાંગોને સ્વનિર્ભરતા બક્ષવા કૃત્રિમ
અંગોનું નિ:શૂલ્ક મહાદાન કરી જગતને
સેવા માટેની પ્રેરણા પૂરી પાડી છેઃ
——————————————
આ મેગા કૅમ્પમાં ૭૦૦ દિવ્યાંગોને નિ:શૂલ્ક
હાથપગ બેસાડી આપવામાં આવ્યા હતાઃ
——————————————
આજે ૩ ડિસેમ્બરે વિશ્વ જ્યારે દિવ્યાંગ દિન
મનાવી રહ્યું છે ત્યારે યાત્રાધામ વડતાલ અને
ગોકુલધામ નારના સંયુકત્ ઉપક્રમે
વડતાલ મંદિર પરિસરમાં દિવ્યાંગજનોને કૃત્રિમ
હાથપગ બેસાડવાના સૌથી મોટા શિબિરનું
આયોજન થયું હતું: દેશનો આટલો મોટો આવો
આ પ્રથમ શિબિર હોય જેના સાક્ષી બન્યા
હતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય
શ્રી દેવવ્રતજી: સી.આર.પાટીલ અન્ય રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ, અગ્રણી મહાનુભાવો અને અતિથિઓ:
આ મેગા શિબિરના માનવંતા દાતા છે
Helping Hands For Humanity
Virginia USA તથા સમાજસેવી શ્રેષ્ઠીઓ:
શ્રી શૈલેષભાઇ કાંતિભાઇ પટેલ, તારાપુર USA:
શૈલેષભાઇની સેવા પણ અહીં નાનીસૂની નથી:
શૈલેષભાઇ પણ પૂજ્ય શુકદેવ સ્વામી સાથે
સેવામાં ઓળઘોળ થયા છે ત્યારે પ્રસંગ
ખરેખર દીપી ઊઠ્યો છે..!
અમેરિકા સ્થિત હેલ્પીંગ હેન્ડ ફોર
હ્યુમ્યુનિટી ગૃપના આગેવાન શૈલેષભાઇ પટેલ
તથા મનનભાઇ શાહે એકત્ર કરેલા માતબર
દાન થકી આ કાર્યક્રમ શક્ય બન્યો છેઃ
————————————
વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી
મહારાજ અને સંપ્રદાયના વડીલ સંતો
જેમણે આશિર્વચનોની વૃષ્ટિ કરી આયોજકોને
વધાવ્યા છેઃ
આ મહાશિબિરને સફળ બનાવવા વડતાલ સંસ્થાનના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી,
કોઠારી ડૉ.સંત સ્વામી તથા ગોકુલધામના
પ્રણેતા પૂજ્ય શુકદેવપ્રસાદ સ્વામી,
પૂજ્ય હરિકેશવ સ્વામી તથા હરિકૃષ્ણ સ્વામીએ
ભારે પરિશ્રમ ઊઠાવ્યો હતો
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.