મોરબી સબ જેલમાં નવા જેલર તરીકે કે.એસ.પટણી મુકાયા

મોરબીની સબ જેલના જેલર તરીકે કાર્યરત એલ. વી પરમારની ગાંધીધામ ખાતે બદલી કરાઈ છે તો રાજકોટના જેલર કે એસ પટણીની મોરબી સબ જેલ ખાતે બદલી કરાઈ છે
વડી કચેરીના કાર્યાલયના આદેશ અનુસાર મોરબી સબ જેલના જેલર એલ વી પરમારની ગળપાદર જેલ ગાંધીધામ ખાતે જાહેર હિતમાં બદલી કરી છે જયારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જેલર તરીકે ફરજ બજાવતા કે એસ પટણીની મોરબી સબ જેલ ખાતે જાહેર હિતમાં બદલી કરી છે તેમજ સુબેદાર તરીકે ફરજ બજાવતા લાલસિંહ મેઘરાજસિંહ ઝાલાને જેલર તરીકે બઢતી મળી મોરબી સબ જેલ ખાતે જેલર તરીકે નિમણુક આપવામાં આવી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી