મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોને મુક્ત પ્રતીકોની ફાળવણી
164 પ્રતીકોમાંથી ઉમેદવારો જાતે ચિહ્નોની પસંદગી કરી શકશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હવે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પુરી થયા બાદ હવે ચૂંટણી અાયોગ દ્વારા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને મુક્ત પ્રતીકોની ફાળવણી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના આધારે નહિ પણ સ્વતંત્ર રીતે લડવાની હોવાથી 164 પ્રતીકોમાંથી ઉમેદવારો જાતે ચિહ્નોની પસંદગી કરી શકશે.
મોરબી જિલ્લાની 300 થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનારી છે. જે માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી આજે અંતિમ તબબકામાં પહોંચી છે અને આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી સાંજે સરપંચ અને સભ્યો માટે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ઉમેદવારો પત્રો ભરવાની કામગીરી પુરી થયા બાદ ગ્રામ પંચાયતની જે ચૂંટણી લડી રહ્યા છે તેવા તમામ ઉમેદવારોને ચૂંટણી વિભાગ તરફથી મુક્ત પ્રતીકોની ફાળવણી કરવામાં આવશે. ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે 164 જેટલા મુક્ત પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સફરજન, મરચા, રસ, અલમારી, એરકડીશન, બ્લેક બોર્ડ, ઈટ, પાઉંરોટી, બ્રેડ ટોસ્ટર, બ્રિફકેશ, સીસીટીવી કેમરા, કેલ્ક્યુલેટર, કેરબો, કારપેટ, કેરમ બોર્ડ, સાંકળ, કોબી ફ્લાવર, કોમ્યુટર માઉસ, પેટીવાજુ, ચીમની, કલીપ, હેડફોન, હેલ્મેટ, ગ્રામફોન, દ્રાક્ષ, આદુ, વેલણ પાટલી, ચંપલની જોડી, ગળણી, ગેસ સ્ટવ, લિબુ મરચા સહિતના રસપ્રદ પ્રતીકો છે.આ પ્રતીકોમાં મોટાભાગના ફળ, શાકભાજી તેમજ દૈનિક જીવનમાં ઉપયોગ ઘર વપરશની વસ્તુઓના છે. તેથી આ રસપ્રદ પ્રતીકોની પસંદગી કરવામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી