મોરબીમાં એકમાત્ર દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ, જીલ્લો હાલ કોરોનામુક્ત

મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૧૬૫ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા
મોરબી : એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું નવું રૂપ ઓમીક્રોન હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લો ફરી એકવાર કોરોના મુક્ત બન્યો છે. મોરબીમાં કોરોના પોઝિટીવ આવેલ વ્યક્તિ આજે ડિસ્ચાર્જ થતા જિલ્લો કોરોના મુક્ત થયો છે.
કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ 405656 સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 6506 કેસ પોઝિટિવ આવ્યા છે. દરમિયાન આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1184 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જો કે, અગાઉ મોરબી જિલ્લામાં આવેલ એક પોઝિટિવ કેસની સારવાર બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવતા મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો છે. મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૧૬૫ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. આ સંજોગોમાં હવે મોરબી જિલ્લાના નાગરિકોએ પણ કોરોના વાયરસના નવા રૂપ સામે સજાગ રહેવું પડશે.