હિંમતનગર:ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે યોગ-સંવાદ કાર્યક્ર્મ યોજાયો

હિંમતનગર:ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે યોગ-સંવાદ કાર્યક્ર્મ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રાજ્ય યોગ બોર્ડના યોગસેવક શીશીપાલ અને જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં યોગ-સંવાદ કાર્યક્ર્મ યોજાયો હતો. ગુજરાત રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે રાજ્ય સરકારશ્રી દ્રારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રીએ યુવાનોને યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા અને શારિરીક અને માનસિક રીતે મજબુત બનવા જણાવ્યું હતું. યુવાનો યોગ અને પ્રાણાયામ દ્રારા સકારાત્મ ઉર્જા મેળવી પોતાની કારર્કિદીમાં યશસ્વી બનવા જણાવ્યું હતું.
યોગસેવક શીશીપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, યોગ ભારતીય સંસ્કૃતીનુ અભિન્ન અંગ છે. આજે સમગ્ર વિશ્વમાં યોગનો જે પ્રચાર-પ્રસારથયો છે તેનું મૂળ કારણ તેના દ્રારા મળી ઉર્જા છે. યોગ દ્રારા અનેક રોગનો ઇલાજ શક્ય બન્યો છે. યોગ કરનાર વ્યક્તિ રોગ મુક્ત રહે છે. યોગ માનસિક તેમજ આંતરિક શક્તિઓમાં વધારો કરે છે. યોગ દ્રારા યાદશક્તિમાં અને રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. કોવિડ-૧૯ માં હોસ્પિટલોમાં ખાસ દર્દીઓને યોગનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આજની યુવા પેઢીએ પોતાની યોગ ધરોહરને યાદ રાખવા યોગને જીવનશૈલીમાં વણી રોજ યોગનો અભ્યાસ કરવો જોઇએ.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, જિલ્લા રમત ગમત અધિકારી આશાબેન, અમિબેન, અનુ.જાતિ મોરચા અરવલ્લી પ્રભારી નટુભાઈ પરમાર ,નહેરૂ યુવા કેંદ્રના યુવાનો તેમજ મોટી સંખ્યામાં યોગના તાલીમાર્થીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા