ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા સુખરામભાઈ રાઠવા નું વેગા ચોકડી ખાતે ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું

ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા સુખરામભાઈ રાઠવા નું વેગા ચોકડી ખાતે ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું
સુખરામભાઈ રાઠવા ની વિધાનસભા ના વિરોધપક્ષ ના નેતા તરીકે પસંદગી થતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું.
આવનારા દિવસો માં વિધાનસભા ની ચૂંટણીઓ આવનાર હોઈ ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રદેશ માળખું મજબૂત કરવા પ્રદેશ પ્રમુખ તેમજ વિરોધપક્ષના નેતા તરીકે ના હોદ્દાઓ સર્વાનુમતે પસંદગી કરવામાં આવ્યા છે.જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ ઠાકોર તથા ગુજરાત વિધાનસભા ના વિરોધપક્ષ ના નેતા તરીકે સુખરામભાઈ રાઠવા ની પસંદગી કરવામાં આવી હતી.જે પગલે વડોદરા જિલ્લા તેમજ બોડેલી,છોટાઉદેપુર પાવીજેતપુર સહિત કોંગ્રેસ કાર્યકરો તેમજ હોદેદારો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.જે પૈકી આજરોજ સુખરામભાઈ રાઠવા ડભોઇ વેગા ચોકડી ખાતે આવતા ડભોઇ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકરો તેમજ હોદ્દેદરો ઉપસ્થિત રહયા હતા અને સુખરામભાઈ રાઠવા નો ફુલહાર થી સ્વાગત કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.સુખરામભાઈ રાઠવા એ તમામ કોંગ્રેસ કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસો માં મજબૂત સંગઠન તરીકે કામગીરી કરી કોંગ્રેસ પક્ષ ને વધુ મજબૂત કરવા હાકલ કરી હતી.આ પ્રસંગે ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ,ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો, જીમીત ઠાકર,પ્રહલાદભાઈ પટેલ,નૂરમોહમ્મદ મહુડાવાલા, મકબુલભાઈ,મંજુર સલાટ,સમર શાહ સહિત ના કોંગ્રેસ હોદ્દેદરો તથા કોર્પોરેટરો હાજર રહયા હતા.