ગાંધીધામ સક્ષમ ફોઉન્ડેશન દ્વારા સમાજને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું

ગાંધીધામ સક્ષમ ફોઉન્ડેશન દ્વારા સમાજને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું
ગાંધીધામ સક્ષમ ફોઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ દીકરી ના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું કરી સમાજને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું
ગાંધીધામ સક્ષમ ફોઉન્ડેશન સેવા ગ્રુૃપ દ્વારા” કુંવરબાઈનું મામેરું” અંતર્ગત ગાંધીધામ ની જરૂરિયાત મંદ દિકરી ના લગ્ન પ્રસંગે તા. 04 ડિસેમ્બર 2021 ના રોજ *સક્ષમ ફોઉન્ડેશન* ના નેજાહેઠળ સેવાકિય કાર્યના પથપર આગળ વધતા જરૂરિયાત મંદ દિકરીના લગ્ન પ્રસંગ નિમિતે દાતાઓ ના સહયોગ થી કરિયાવર (કુંવરબાઈનું નું મામેરું) સેવાકિય કાર્યના અંતર્ગત કરીયાવર આપવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ જરૂરીયાત વાળી વસ્તુઓ જેવી કે પલંગ, કબાટ, ગાદલું , સોના ની બુટી, ચાંદી ના સાંકડા, ચાંદી ની ગાય, સાત (7) જોડી કપડાં, બ્લેન્કેટ, ચાદર, કૂકર ,વબ્લેન્ડર ડિનર સેટ, નોનસ્ટિક કડાઈ તવાનું સેટ, પર્સ, સૌંદર્ય પ્રસાધનો ની વસ્તુઓ, તેમજ ઘરવખરી ની અન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
*સક્ષમ ફોઉન્ડેશન* ના સંસ્થાપક ડિમ્પલબેન આચાર્ય એ ભવિષ્યમાં પણ આવી જ રીતે સેવાકીય કાર્ય અવિરત કરતા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ સેવાકિય કાર્ય કુંવરબાઈનું નું મામેરું અંતર્ગત જરૂરિયાત મંદ પરિવાર ની દીકરી ને કરીયાવર આપવાના આશય થી આ સેવાકિય કાર્ય કરવામાં આવ્યું હતુ.આજના આધુનિક યુગમાં લોકોપોતપોતાનુ કરવામાં મશગૂલ હોય છે. દોડાદોડીભરી જીંદગી માં ટાઈમ હોતો નથી ત્યારે ગાંધીધામ સક્ષમ ફોઉન્ડેશન દ્વારા જરૂરિયાત વાળી દીકરીનો કરીયાવર કરી સમાજને એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રિપોર્ટ : એમ.જી.દવે. ગાંધીધામ