કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી એકાએક આજે સૌરાષ્ટ્રમાં

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી એકાએક આજે સૌરાષ્ટ્રમાં : ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે કરી મુલાકાત:બંધ બારણે બેઢક ત્યાર બાદ કર્યા માં ખોડલના દર્શન
ગઈકાલે જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત થઈ હતી.
ગીતા પટેલ,મહેશ રાજપૂત સહિતના અન્ય કોંગ્રેસના નેતાઓનર બેઠકથી દૂર રખાયા
ભરતસિંહ સોલંકીની ખોડલધામ ખાતેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
જેતપુર તાલુકાના કાગવડ ખાતે આસ્થાના કેન્દ્ર સમા ખોડલધામમાં ખાતે કોંગી નેતા ભરતસિંહ સોલંકી પહોંચ્યા હતા. જ્યાં તેમણે માં ખોડલના દર્શન કર્યા વગર જ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક શરૂ કરી હતી. જ્યાં ગીતા પટેલ,મહેશ રાજપૂત સહિતના રાજકોટના કોંગી નેતાઓને બેઠકથી દૂર રખાયા હતા. હાલ કોંગ્રેસ અગ્રણીની ચૂંટણી પૂર્વ તૈયારીમાં આસ્થના કેન્દ્ર પર ભક્તિ વિસરાઈ ગયાની વાતો ત્યાં ઉપસ્થિત પ્રજાજનો કરી રહ્યા છે.
રાજ્યમાં આગામી વિધાનસભા-2022ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગઈકાલે વરણી થયા બાદ જ ભરતસિંહ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ખોડલ ધામના શરણે આવ્યા હતા. જ્યાં નરેશ પટેલ સાથે મિટિંગ પૂર્ણ થયા બાદ ભરતસિંહ સોલંકીએ ખોડિયાર માતાના દર્શન કર્યા હતા.
ભરતસિંહ સોલંકીએ પોતાના નિવેદનમાં નરેશ પટેલને પદ્મશ્રી એવોર્ડ આપવાની માંગ કરી હતી. જો કંગના રાણાવતને પદ્મશ્રી એવોર્ડ મળે તો પાટીદાર આગેવાન નરેશ પટેલેને કેમ.
2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. એવામાં ખોડલધામ ખાતેની ભરતસિંહની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
હજુ પાંચ-છ મહિના પહેલા જ ખોડલ ધામથી લાગણી અને માંગણી વ્યક્ત કરાઇ હતી કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય. ગુજરાતમાં આ નિવેદન પર ઘણા બધા તર્ક વિતર્ક થયા.ઓગસ્ટની મધ્યમા પાટીદાર સમાજનો સરદાર ધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની રહ્યો. નરેશ પટેલના આ નિવેદન બાદ, કેન્દ્રના મોવડી મંડળે 2022ની માગણીને, ત્રણ જ મહિનામાં પૂર્ણ કરી હતી. હવે પ્યુનથી પાર્લામેન્ટ સુધી સમાજનો વ્યક્તિ વાળી વાત ગત મહીને કરવામાં આવી છે. ભરતસિંહ અને નરેશ પટેલની આ મુલાકાત કેવા’ગૂલ’ ખીલાવશે તે જોવું હવે રસપ્રદ રહ્યું.
રિપોર્ટ : વિક્રમસિંહ ચુડાસમા જેતપુર