અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સાવરકુંડલા તાલુકાની ચરખડીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સાવરકુંડલા તાલુકાની ચરખડીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર
Spread the love

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સાવરકુંડલા તાલુકાની ચરખડીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર

ચરખડીયા ગામે વર્ષ : ૧૯૮૦ થી (૪૦ વર્ષ થી) નથી યોજાઈ ચુંટણી

સાંસદ નારણભાઈ કાછડીયા સરપંચ થયા બાદ થી ચરખડીયા ગ્રામ પંચાયત સતત સમરસ થતી આવી છે

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસો અને ગ્રામજનોના સહકાર થી ગ્રામ પંચાયત ચુંટણી-૨૦૨૧ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગ્રામપંચાયતની સમગ્ર બોડી મહિલા સમરસ તરીકે જાહેર કરાઈ છે. સાંસદના પ્રયાસો થી વર્ષ : ૧૯૮૦ થી એટલે કે ૪૦ વર્ષ થી ચરખડીયા ગામે પંચાયતની ચુંટણી યોજાઈ નથી. જ્યારથી સાંસદ ચરખડીયા ગામના સરપંચ તરીકે ચુંટાયા હતા ત્યાર બાદ થી ક્યારેય ગામે ચુંટણી યોજાઈ નથી.

આ વર્ષે પણ સાંસદ ના પ્રયાસો અને ગ્રામજનોના સહકાર થી યુવા મહિલા સરપંચ શ્રીમતી મોનિકાબેન હિરેનભાઈ કાછડીયા તથા ઉપસરપંચ શ્રીમતી ગજરાબેન મધુભાઈ લાલુની આગેવાનીમાં ચરખડીયા ગ્રામપંચાયતની સમગ્ર બોડી મહિલા સમરસ તરીકે જાહેર થઇ છે ત્યારે સાંસદ નારણભાઈ કાછડીયાએ સમસ્ત ગ્રામજનોનો આભાર માનેલ છે અને પંચાયતના બિનહરીફ થયેલ તમામ સભ્યોને અભિનંદન પાઠવેલ છે.

FB_IMG_1638628148955.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!