કાલાવડના માછરડા ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સો પકડાયા

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના માછરડા ગામે ગ્રામ્ય પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ સખ્સોને પોલીસે રૂપિયા દસ હજારની રોકડ સાથે પકડી પાડયા છે. પોલીસે આરોપીઓની સામે જુગાર ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકથી ચાર કિમી દુર આવેલ માછરડા સોસાયટીમા રતાભાઇની પાનની કેબીન આગળ અમુક સખ્સો જુગાર રમતા હોવાની સ્થાનિક ગ્રામ્ય પોલીસને હકીકત મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી જેમાં પોલીસે પ્રફુલભાઇ ઉગાભાઇ સોંદરવા જાતે:અનુ.જાતિ ઉ,વ-36 ધંધો:-મજુરી રહે.આંબેડકરનગર કાલાવડ તા:-કાલાવડ જી.જામનગર, પુંજાભાઇ લાખાભાઇ સોંદરવા જાતે:અનુ.જાતિ ઉ,વ-39 ધંધો:-મજુરી રહે. આંબેડકર સોસાયટી કાલાવડ તા:-કાલાવડ જી.જામનગર, શામજીભાઇ કુંભાભાઇ સોંદરવા જાતે:અનુ.જાતિ ઉ,વ-50 ધંધો:-મજુરી રહે.માછરડા સોસાયટી કાલાવડ તા:-કાલાવડ જી.જામનગર, હસમુખભાઇ વીરાભાઇ સોંદરવા જાતે:અનુ.જાતિ ઉ,વ-42 ધંધો:-મજુરી રહે.માછરડા સોસાયટી કાલાવડ તા:-કાલાવડ જી.જામનગર, મુકેશભાઇ રતાભાઇ સોંદરવા જાતે-જાતે:અનુ.જાતિ ઉ,વ-30 ધંધો:-મજુરી રહે.માછરડા સોસાયટી કાલાવડ તા:-કાલાવડ જી.જામનગર, દિનેશભાઇ ઉગાભાઇ સોંદરવા જાતે:અનુ.જાતિ ઉ,વ-51 ધંધો:-મજુરી રહે.માછરડા સોસાયટી કાલાવડ તા:-કાલાવડ જી.જામનગર, રામજીભાઇ ચકુભાઇ ચંદ્રપાલ જાતે:અનુ.જાતિ ઉ,વ-55 ધંધો:-મજુરી રહે.ટોડા સોસાયટી કાલાવડ તા:-કાલાવડ જી.જામનગર, બાવનજીભાઇ દેવાભાઇ પરમાર જાતે-અનુ.જાતિ ઉ,વ-63 ધંધો:-મજુરી રહે.આલ્ફા હાઇસ્કુલની બાજુમા દરેડ જમનગર તા: જી.જામનગર વાળા સખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા 10640ની રોકડ કબજે કરી તમામ સામે જુગાર ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.