જામનગર જિલ્લાની ૫૮, દ્વારકા જિલ્લાની ૧૬ સહિત ૭૪ ગ્રામ પંચાયત સમરસ

જામનગર જિલ્લાની ૫૮, દ્વારકા જિલ્લાની ૧૬ સહિત ૭૪ ગ્રામ પંચાયત સમરસ
Spread the love

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ પંચાયતની ચૂંટણી પર રાજકીય પક્ષીની સીધી નહીં તો આડકતરી નજર છે ત્યારે આવતીકાલે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે જામનગર જિલ્લાની ૫૮ તેમજ દ્વારકા જિલ્લાની ૧૬ મળીને ૭૪ ગ્રામ પંચાયતો સમરસ થઇ ગઇ છે.
જામનગર જીલ્લાની ૪૧૭ ગ્રામ પંચાયતમાંથી ૧૬૨ ગ્રામ પંચાયતમાં ચુંટણી થઇ રહી છે, ૧૦૫ સભ્યોની પેટા ચુંટણી થઇ રહી છે ત્યારે તા. ૧૯ ડીસેમ્બરે યોજાનારી આ ચુંટણીમાં સરપંચ માટે ૫૬૨ અને સભ્ય માટે ૨૪૦૨ ઉમેદવારીપત્રકો ભરાઇ ચુકયા છે, પેટા ચુંટણીમાં ૧૦૫ સીટમાં સરપંચ માટે ૩૮ અને સભ્ય માટે ૪૨ ફોર્મ આવ્યા છે, જામનગર જીલ્લામાં ૫૮ ગ્રામ પંચાયત સમરસ થઇ છે અને ૨૬ બીનહરીફ થઇ છે ત્યારે તા. ૭ના રોજ ઉમેદવારીપત્રક પાછુ ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યારબાદ પંચાયતોની ચુંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
ગ્રામ પંચાયતની ચુંટણીમા આજે સાંજ સુધીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે જામનગર તાલુકાની ૩૮ ગ્રામ પંચાયતમાં ૧૨ સમરસ ૬ બિનહરીફ અને ૨૦ માં ચુંટણી યોજાશે.
કાલાવડની ૩૦ ગ્રામ પંચાયતમાં ૧૩ સમરસ ૪ બિનહરીફ અને ૧૩માં ચુંટણી થશે જયારે લાલપુરમાં ૩૧ ગ્રામ પંચાયતમાં ૯ સમરસ ૬ બિનહરીફ ૧૬ની પેટા ચુંટણી, જામજોધપુરમાં ૩૨માંથી ૭ સમરસ, ૪ બિનહરીફ, ૨૧ માં ચુંટણી થશે, જયારે ધ્રોલમાં ૧૬ ગ્રામ પંચાયતમાં ૯ સમરસ, ૩ બિનહરીફ અને ૪માં ચુટણી થશે જયારે જોડીયામાં ૧૬ ગ્રામ પંચાયતમાં ૮ સમરસ, ૩ બિનહરીફ ૫માં ચુંટણી થશે.
ચાલુ વર્ષે પેટા ચુંટણીમાં જામનગરમાં ૧૬ બેઠકમાં ૧૪ સરપંચ માટે, ૧૬ સભ્ય માટે કાલાવડમાં ૪૧માં ૪ સરપંચ અને ૪ સભ્ય માટે, લાલપુરમાં ૧૬માં ૫ સરપંચ માટે ૮ સભ્ય માટે, જામજોધપુરમાં ૧૨ પેટાચુંટણીમાં ૧૩ સરપંચ, ૭ સભ્ય, ધ્રોલમાં ૯ પેટાચુંટણીમાં સરપંચમાં ૦, સભ્યમાં ૩, જોડીયામાં ૧૧ સરપંચમાં ૪ આમ કુલ ૧૦૫ બેઠકોમાં સરપંચમાં ૩૮, સભ્યમાં ૪૨ની ચુંટણી થશે.
ખંભાળિયા તથા ભાણવડના અમારા પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી તા. ૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચની ચૂંટણી ઉપરાંત પેટા ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લાની કુલ સોળ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. જ્યારે આજરોજ ફોર્મ ચકાસણી બાદ આવતીકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૧૭, ભાણવડ તાલુકાના ૨૯, કલ્યાણપુર તાલુકાના ૩૪ તથા દ્વારકા તાલુકાના ૧૯ મળી કુલ ૧૫૬ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા કલ્યાણપુર તાલુકાના ૧૦, ખંભાળિયાના ૩, દ્વારકા તાલુકાના ૩ અને ભાણવડ તાલુકાના બે મળી કુલ ૧૮ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી મળી કુલ ૧૭૪ ગામોમાં આગામી તારીખ ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી સંદર્ભે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સક્રિય અને મજબૂત રીતે કામગીરી કરી રહ્યું છે.
ગત શનિવાર તારીખ ૪ ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી અંગેનું પ્રાથમિક ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં જિલ્લાની કુલ ૧૬ ગ્રામ પંચાયત સમરસ હોવાનું જાહેર થયું છે. જેમાં ખંભાળિયા તાલુકામાં દાત્રાણા, પરોડીયા, ભારા બેરાજા, માંઝા અને બજાણા ગ્રામ પંચાયત, ભાણવડ તાલુકામાં ઝરેરા, હાથલા, મોરઝર અને મોટા કાલાવડ ગ્રામ પંચાયત, કલ્યાણપુર તાલુકામાં ગાંગણી, ગોજીનેસ, રણજીતપુર, જોધપુર અને વીરપુર લુસારી ગ્રામ પંચાયત જ્યારે દ્વારકા તાલુકામાં ચરકલા અને કોરાળા ગ્રામ પંચાયત સમરસ બની છે.
ખંભાળિયા તાલુકાની ૭૪ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ૭૪ અને સભ્યપદ માટે ૨૯૮, ભાણવડ તાલુકાના ૨૯ ગામોમાં સરપંચ માટે ૧૮ અને સભ્યપદ માટે ૭૯, કલ્યાણપુર તાલુકાનાં ૩૪ ગામોમાં સરપંચ પદ માટે ૩૦ અને સભ્યપદ માટે ૧૫૬ જ્યારે દ્વારકા તાલુકામાં ૧૯ ગામમાં સરપંચ પદ માટે ૨૪ અને સભ્યપદ માટે ૧૨૭ ફોર્મ શનિવાર સુધીમાં આવ્યા છે. આમ, જિલ્લામાં કુલ ૧૫૬ બેઠકની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ ૧૪૬ અને સભ્યપદ માટે ૬૬૦ ફોર્મ રજૂ થયા છે.
આ ઉપરાંત પેટાચૂંટણીમાં જિલ્લાની કુલ ૧૮ બેઠકો પૈકી સરપંચ પદ માટે માત્ર ૫ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. આમ, જિલ્લાની કુલ ૧૭૪ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે આજે સોમવારે ફોર્મ ચકાસણી તથા આવતીકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચાયા બાદ આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. આ ચુંટણી સ્થાનીક ગ્રામ્ય કક્ષાએ ઉતેજનાસભર બની રહી છે.

image_1638784961.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!