ગોકુલનગરમાં ખોવાયેલો સોનાનો હાર શોધી માલિકને પરત કરતી સીટી સી ડીવીઝન સ્ટાફની પ્રશંસનીય કાર્યવાહી

ગોકુલનગરમાં ખોવાયેલો સોનાનો હાર શોધી માલિકને પરત કરતી સીટી સી ડીવીઝન સ્ટાફની પ્રશંસનીય કાર્યવાહી
Spread the love

જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ ઉપર એક વ્યકતિનો મોટર સાઇલકમાંથી થેલી સાથે સોનાનો હાર પડી ગયેલ તેના માલીકને શોધી પરત કરી પ્રસંશનીય કામગીરી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રન જામનગરએ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તથા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન મુજબ તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ એક અરજદાર નારણભાઇ માંડણભાઇ દેથરીયા ‚બ‚ પોલીસ સ્ટેશન આવેલ અને જણાવેલ કે પોતે ગોકુલનગર રડાર રોડ ઉપર પાર્વતી જ્વેલર્સ માંથી સોનાનો હાર કી.૧,૮૩,૧૧૪ નો લઇ ફાઇનાન્સ ઓફીસ તરફ જતા હતા.

ત્યારે પોતાના મોટર સાઇકલમાં થેલીમાં સોનાનો હાર રાખેલ જે થેલી તથા સોનાનો હાર કોઇ જગ્યાએ પડી ગયેલ તેવી રજુઆત કરતા તાત્કાલીક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફને રવાના કરેલ અને સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવા સુચના કરેલ દરમ્યાન ગોકુલનગર રડાર રોડ પાસે બે ઇસમ સદર થેલી રસ્તા ઉપરથી લેતા હોવાનુ સી.સી.ટી.વી.માં જણાતા આ ઇસમોને સોધી કાઢેલ અને આ ઇસમોએ જણાવેલ કે સદર થેલીમાં કોઇનો સંપર્ક નંબર ન હોય જેથી અમો સાંજના સમયે પોલીસ સ્ટેશન આવવાના હતા તેવુ જણાવેલ જેથી તેમની પાસેથી સોનાનો હાર મેળવી મુળ માલીક ને પોલીસ સ્ટેશન બોલાવી તેમનો સોનાનો હાર કી.‚ા.૧,૧૮,૧૪૪ નો પરત સોંપી આપી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેટકર કે.એલ.ગાધે તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો.હેડ.કોન્સ. પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રદીપસિંહ નીર્મળસિહ રાણા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. મહેન્દ્રસિહ મહીપતસિંહ જાડેજા તથા પો.કોન્સ. ફીરોજભાઇ ગુલમામલભાઇ ખફી નાઓએ કાર્યવાહી કરેલ છે.

IMG-20211205-WA0000.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!