મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ધ્વજ, પતાકા, બેનરો, સુત્રો, નિશાનીઓ પર નિયંત્રણ : ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે જાહેરનામું

મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ધ્વજ, પતાકા, બેનરો, સુત્રો, નિશાનીઓ પર નિયંત્રણ : ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે જાહેરનામું
Spread the love

મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકોની માલ-મિલ્કતને તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન, હાની, બગાડ અટકાવવા કેટલીક સુચનાઓ આપી છે.
આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યકિત, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને અથવા તેમના ધ્વારા નિયુકત કરેલ વ્યકિત, સંસ્થા કે પેઢી વિગેરેએ સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલ સબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલિકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહીં. તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડરસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહીં કે બગાડવા નહીં.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Screenshot_2020-03-20-20-46-37-368_com.miui_.videoplayer.png

Janak Raja

Janak Raja

Right Click Disabled!