જાફરાબાદ ખારવા સમાજ દ્ધારા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

જાફરાબાદ ખારવા સમાજ દ્ધારા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
જાફરાબાદ ખારવા સમાજ દ્ધારા શહીદ જનરલ બિપીન રાવતજી અને એમના ધર્મ પત્ની તથાએમના 11સાથી સૈનિકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જાફરાબાદ ખારવા સમાજ ના પટેલશ્રી નારણભાઈ બાંભણિયા દ્વારા અને જાફરાબાદ ખારવા સમાજ ના આગેવાનો દ્વારા તમિલનાડું નાં કન્નુર ખાતે હેલિકોપ્ટર અકસ્માત માં શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ના જનરલ બિપીન રાવતજી અને એમના ધર્મ પત્ની શ્રીમતી મધુલીકા રાવત તથા એમના 11 સાથી સૈનીકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માં આવી…
જાફરબાદ બંદર ની જેટી પર સ્થિત હનુમાનજી નાં મંદિર ખાતે ખારવા સમાજ ના પટેલશ્રી નારણભાઈ બાંભણિયા તથા અન્ય આગેવાન શ્રી રામજીભાઈ બાંભણિયા, બચુભાઈ બારૈયા, શંકરભાઈ બારૈયા, તુલસીભાઈ બાંભણિયા, સંજયભાઈ બારૈયા, અજયભાઈ બારૈયા, રામજીભાઈ સોલંકી, ધર્મેશભાઈ બારૈયા રામજીભાઇ બારૈયા, બિપીનભાઈ બાંભણિયા તથા અન્ય આગેવાનશ્રી ઓ એ ભવ્ય જનમેદની સાથે શહીદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માં આવી…
જેમાં શહીદો ના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પણ કરે એવી પરમાત્મા ને પ્રાર્થના કરવા માં આવી અને શહીદો અમર રહો.. ના નારા સાથે ભારત માતા ની જય બોલાવા માં આવી અને શહીદો ના પરિવાર પર આવી પડેલ આ અણધારી આફત ને સહન કરવાની શક્તિ આપે🙏🏻🙏🏻🙏🏻
જય હિન્દ… શાહિદ જવાનો અમર રહો.
રિપોર્ટ : ભરતબારૈયા જાફરાબાદ