લીંબડી : પુજા લગ્નની હળદરની પીઠીએ પોલીસ ભરતીના ગ્રાઉન્ડ ટેસ્ટમાં જશે

લીંબડી વિષ્ણુનગર સોસાયટીમા રહેતી પુજા લગ્નની હળદરની પીઠીએ પોલીસ ભરતીના રાજકોટ ખાતે ગ્રાઉન્ડ ટેસ્ટમાં જશે
લીંબડી શહેરના વિષ્ણુનગર સોસાયટીમા રહેતી પુજા બળદેવભાઈ મકવાણાએ અન્ય યુવતીઓ માટે એક પ્રેરણા દાયક પહેલ કરેલ છે તો વાત કરવામાં આવે તો આ પુજા નામની દિકરી જેઓના લગ્ન તારીખની 14/12/2021 ના હોય અને આજે તારીખ 12/12/21 ની પીઠી ચોળી હોય અને આવતી કાલે એટલે કે તારીખ 13/12/2021 રાજકોટ ખાતે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ ટેસ્ટ હોય ત્યારે આ પુજા ગ્રાઉન્ડ ખાતે દોડની ટેસ્ટ આપવા જશે વધુ મા પુજાએ જણાવ્યું હતું કે હું પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પાસ કરીશ અને લગ્નજીવનની પરીક્ષા પણ પાસ કરીશ ત્યારે આ બન્ને પરિક્ષા પાસ કરવા માટે મારા માતા-પિતા, ભાઈ-બહેન અને પરિવારો મોટો સર્પોટ રહેશે આ પુજાએ અન્ય યુવતીઓ માટે એક પ્રેરણાદાઈ વાત કરી હતી અને કહ્યું હતું કે હું સદાય પરિવાર સેવા સાથે દેશ સેવા માટે હરહંમેશ તત્પર રહીશ ત્યારે આ દિકરીના માતા પિતાએ આવી પહેલ કરી અન્ય દિકરીઓના માતા-પિતા માટે દિકરી દિકરો સામાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રિપોર્ટ : કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર