કાશીવિશ્વનાથના કાર્યક્રમ નિમિત્તે મોરબીના રામધન આશ્રમમાં મહાદેવની વિશેષ પૂજા

મોરબી : કાશીવિશ્વનાથ મંદિરમાં આયોજિત કોરીડોરના લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે મોરબીના રામધન આશ્રમમાં મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી હતી.
કાશી વિશ્વનાથ મહાદેવ જયોતિર્લિંગના પ્રાચિન મંદીર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કોરીડોરના લોકાર્પણ પ્રસંગ નિમિત્તે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં કાશી વિશ્વનાથ મહાદેવની આરતી અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમના મહંત ભાવેશ્વરીમાં અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી