મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માં બી.એલ.ઓ.ચિરાગ પંચાલે રાજ્ય લેવલે ડંકો વગાડ્યો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ ૧નવેમ્બરથી તારીખ ૫ ડિસેમ્બર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ક્લસ્ટરની બાટણપુરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ચિરાગ કુમાર કનૈયાલાલ પંચાલ ૧૩૩ ગરબાડા વિધાનસભા મતવિસ્તારના ભાગ નંબર ૨૬૮ નવાનગર ૪ ના બી.એલ.ઓ તરીકે નવા ચૂંટણી કાર્ડ માટે ૧૮ વર્ષથી ઉપરની વય ધરાવતા મતદારો માટે ના ફોર્મ નંબર ૬ ના ૧૧૮ ફોર્મ ભરી અદભુત સફળતા મેળવીને સમગ્ર ગુજરાત રાજ્ય લેવલે રેકોર્ડ બ્રેક કામગીરી કરી ડંકો વગાડ્યો હતો તથા મતદારોની વિગતોની સુધારણા માટે ફોમૅ નંબર ૮ના ૬૨ ફોર્મ ભરવામાં આવ્યા હતા તથા ફોર્મ નંબર ૬,૭ અને ૮ ના ૧૮૨ ફોર્મ ભરીને ચિરાગ પંચાલ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે એ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરીને બાટણપુરા ના ચુંટણી બુથ માં ૧૮ વર્ષથી ઉપરના તમામ મતદારોના ફોર્મ ભરી બાટણપુરા ના બુથ માં સો ટકા ચૂંટણી કાર્ડ ધરાવતુ બુથ બનાવીને અદભુત સફળતા મેળવી હતી.
ગુજરાત રાજ્યમાં નામ રોશન કર્યું હતું આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના અંતરિયાળ ધાનપુર તાલુકામાં બાટણપુરા ગામના પ્રત્યેક વ્યક્તિનો ઘરે-ઘરે સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લઈને રાત દિવસના અથાક પરિશ્રમ અને મહેનત ના આધારે ડુંગરા ખુંદી વળ્યા હતા તથા અંતરિયાળ વિસ્તારમાં રોજીરોટી માટે પરિવાર સાથે કામ કરવા વતન છોડીને જતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં પણ ગ્રામજનોને જાગૃત કરીને આટલી મોટી સંખ્યામાં ૧૧૮ ફોર્મ નવા મતદારો માટે ભરીને ગુજરાત રાજ્યના સૌ બી.એલ.ઓ.માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા ગુજરાત રાજ્ય લેવલે સુંદર કામગીરી કરીને સીમાચિહ્નરૂપ ૧૮ વર્ષ ઉપરના સો ટકા મતદારોનું અનોખું બુથ તૈયાર કરીને રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી આ ઉપરાંત ચિરાગ પંચાલ દ્વારા ગત વર્ષે તારીખ ૧૬-૧૨-૧૯ થી તારીખ ૧૫-૧-૨૦૨૦ સુધીની મતદાર યાદીની ઝુંબેશમાં અઢાર વર્ષની ઉપરના મતદારો માટે ફોર્મ નંબર ૬ માટે ૧૬૬ ફોર્મ ભરવામાં આવ્યા હતા તથા મામલતદાર કચેરી ધાનપુર દ્વારા આ કામગીરી માટે શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચિરાગ કુમાર કનૈયાલાલ પંચાલ (દાહોદ)
સંપર્ક નંબર-૯૮૭૯૪૫૦૩૧૫