ટંકારા :મૂંગા અને અબોલ પશુ ભરેલી ટ્રક પલટી મારતા સાત પાડાના કરુણ મોત
ટ્રક પલટી ગયા બાદ ટ્રકચાલક ફરાર ટ્રક અને પશુ ટંકારા પોલીસને સોપ્યો
મોરબી : ટંકારા નજીકથી ખીચોખીચ પશુ ભરીને જતી ટ્રકનો ગૌરક્ષકોની ટીમે પીછો કરતા ટ્રક પલટી મારી ગયો હતો દરમીયાન ટ્રકનો માલિક અને ડ્રાઈવર નાસી ગયા હતા તો અકસ્માત સર્જાતા ૭ પશુના મોત થયા હતા ત્યારે બનાવ મામલે ગૌરક્ષકોની ટીમે મુદામાલ ટંકારા પોલીસને સોપ્યો છે
સોમવારે સવારના સુમારે કચ્છથી આવતી ટ્રકમાં પશુઓને ખીચોખીચ ભરીને કતલખાને લઇ જવાતા હોવાની ગૌરક્ષકો ની ટીમને બાતમી મળી હતી જેથી મોરબી ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને મોરબીથી ટંકારા થઈને ધ્રોલ જવાના રસ્તે ગૌરક્ષકોની ટીમે પીછો કરતા ગાડી પલટી મારી ગઈ હતી જે બનાવ બાદ ગાડી માલિક અને ડ્રાઈવર ફરાર થયા હતા તો ગાડી ચેક કરતા પાડા જીવ નંગ ૨૯ ભરેલા હતા જેમાં ૭ જીવના મુર્ત્યું થયા હતા જે પશુઓ અને વાહન સહિતનો મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો ટંકારા પોલીસ મથકને સોપતા ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રેઇડને સફળ બનાવવામાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કે. બી. બોરીચા, મોરબી જિલ્લા અધ્યક્ષ ચેતનભાઈ પાટડીયા, ઉપપ્રમુખ હીતરાજસિંહ, મનીષભાઈ કનજારિયા, મોરબી જિલ્લા બજરંગ દળ અધ્યક્ષ કૃષ્ભભાઈ રાઠોડ, ટંકારાના સંદીપભાઈ ડાંગર, બાબુભાઈ રબારી તેમજ મનોજભાઈ બારૈયા (અમદાવાદ), રઘુભાઈ (લીમડી), વિશ્વ હિન્દુ પરિષદના રવિભાઈ (કચ્છ), ભાવેશભાઈ (કચ્છ), સુરેશભાઈ રબારી, દીપકભાઈ રાજગોર (વાંકાનેર) સહિતનાઓનો સહયોગ મળ્યો હતો.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી