સાવરકુંડલા ૬૫ વર્ષીય ડો.માલવિકા બહેને ચક્ર ફેક ગોળા ફેક માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા

સાવરકુંડલા ૬૫ વર્ષીય ડો.માલવિકા બહેને ચક્ર ફેક ગોળા ફેક માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા
Spread the love

સાવરકુંડલા ૬૫ વર્ષીય ડો.માલવિકા બહેને ચક્ર ફેક ગોળા ફેક માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા
ભારતનું પ્રતિનિધિત્વ કરી એશિયાટિક સ્પર્ધામાં ભાગ લેવા મલેશિયા અથવા જાપાન જશે સમગ્ર ગુજરાત માટે ગૌરવ

સાવરકુંડલાની નિવૃત્ત પ્રોફેસર મહિલાએ ગોળા ફેક ચક્ર ફેક માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી સાવરકુંડલા વિધિ કાણકિયા કોલેજ સાવરકુંડલા શહેર તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ગત તારીખ ૨૭ થી ૩૦ નવેમ્બરના રોજ વારાણસી ખાતે યોજાયેલ એથ્લેટીક્સ ચેમ્પિયન કોમ્પિટિશન ૬૫ +મા કુલ ૧૩૦ હરીફ સામે ચક્ર ફેક માં ગોલ્ડ મેડલ અને ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમજ વી.ડી.કાણકીય મહિલા કોલેજ અને જ્ઞાતિજનો સંસ્થાઓ અમે તેમનું વતન મહેસાણાનું પણ ગૌરવ વધાર્યું છે આ આ હરીફાઈમાં બાદ હવે તેઓ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરી એશિયાટિક સ્પર્ધામાં ભાગ લેવા મલેશિયા અથવા જાપાન જશે જોકે હાલ કોરોનાની લહેરો આવવાની દહેશતના કારણે આ હરીફાઈઓ ની તારીખ હજુ નક્કી નથી થઈ પરંતુ તેઓ ચોક્કસ ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરશે તેઓ તેમને પૂરેપૂરો વિશ્વાસ છે..
ડોક્ટર માલવિકા બેન કાંતિલાલ જોશી મૂળ મહેસાણાના વતની છે તેઓએ બીએ ..એમ એ.એમફિલ અને પીએચ.ડી.ની ડિગ્રી ધારણ કરી છે.. તેઓએ સાવરકુંડલાની વી.ડી.કાનકીયા મહિલા કોલેજમાં હિન્દી ના પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે અને હાલ નિવૃત્ત થયા છે તેમની ઉંમર ૬૫ વર્ષની છે..
ડો.માલવિકા બહેનને નાનપણથી જ રમતગમતમાં રસ હતો અને પ્રાથમિક શાળા થી લઈને કોલેજ સુધી અનેક હરિફાઇઓમાં તેઓ અવ્વલ નંબરે રહ્યા છે ૫૦૦ ઉપરાંત સર્ટીફીકેટ મેળવવા છે. ઉપરાંત થોડા વર્ષો પહેલા અડાલજમાં પણ યોજાયેલી આ ખેલકૂદ સ્પર્ધામાં ભાગ લઈ તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો .આ ઉપરાંત ગુજરાતના રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર પણ મેળવી ચૂક્યા છે ડો. માલવિકા બેનને રમત ગમત ક્ષેત્રે પ્રગતિ કરે એ માટે તેમનો પરિવાર તેમજ તેમની કોલેજના અને હાઇસ્કૂલના શિક્ષકો તેમજ કુરેશી સર સહિત અનેક સહાધ્યાયીઓનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો હતો જેના કારણે તેઓ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે આમ ૬૫ વર્ષની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવતી સતત પ્રેકટીસ કરી હજુ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવા તેમને પ્રોત્સાહનો આશીર્વાદ મને સપોર્ટ મળી રહ્યો છે.

રિપોર નટવરલાલ જે ભાતિયા

IMG-20211215-WA0037.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!