તાલાળી પ્રાથમિક શાળા માં સ્કુલ ની બહેનો ને હેલ્થકેર અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન

લાયન્સ કલબ ઓફ કુંકાવાવ રોયલ”* *ની મહિલા ટીમ દ્વારા વ્રજ વિદ્યાલય કુંકાવાવ ,
પટેલ એન કે વસાણી વિદ્યાલય જંગર,
આર.એન.શેઠ કન્યા વિદ્યાલય કુંકાવાવ,
અમરાપુર હાઈસ્કુલ,
ખજુરી પ્રાથમિક શાળા ,
તાલાળી પ્રાથમિક શાળા . માં ખુબ સરસ રીતે સ્કુલ ની તમામ બહેનો ને હેલ્થકેર અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપી અને બહેનોને પજવતા કેટલાક હેલ્થ સંબંધિત પ્રશ્નો ના નિરાકરણ માટે અને *વિનામુલ્યે સેનેટરી નેપકીન* નાં વિતરણ માટે કાયૅક્રમો કરી સેવા નું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે. અને સેનેટરી નેપકીન વિતરણ કાયૅક્રમ નું આજે સમાપન કરેલ છે…
તો તમામ લેડી મેમ્બર ની ટીમે મહેનત કરી અને આ તકે કાયૅક્રમો ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ તે બદલ કલબ ની આ મહીલા ટીમ ને પ્રમુખ શ્રી પ્રિતેશ ડોબરીયા દ્રારા હ્રદય પુવૅક અભિનંદન પાઠવવામાં આવેલ છે.અને આગામી દીવસો માં વધુ સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે આગળ વધવા સુચન કરેલ છે.💐💐💐💐
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ