મોરબી સિવીલ હોસ્પિટલના ડોકટર દ્વારા સફળતાપૂર્વક બે જટિલ ઓપરેશન કરાયા

મોરબી : મોરબી સિવીલ હોસ્પિટલના જનરલ સર્જન ડો.વિમલ દેત્રોજાએ સાહસભર્યું કામ કર્યું છે. એક જ દિવસમાં બે ઓપરેશન કરી હિંમતભર્યું કાર્ય કર્યું છે. ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન લાખોમાં ખર્ચ થતા હોય છે તેવા ઓપરેશન મોરબી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્કપણે કરી આપવામાં આવે છે.
ડો.વિમલ દેત્રોજાએ એક જ દિવસમાં સફળતાપૂર્વક બે ઓપરેશન કાર્ય હતા.ગાંઠ અને પગ એમ એક જ દિવસમાં બે ઓપરેશન કરવામાં આવ્યા હતા.જેનો ખાનગી હોસ્પિટલમાં વધુ ચાર્જ હોય છે. તે સિવીલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા હતા અને અગાઉ પણ અનેક ઓપરેશનો સફળતાપૂર્વક કરી આપવામાં આવ્યા હતા.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી