મીડિયાના અહેવાલ બાદ ખનિજ તંત્ર એક્શન મોડમાં

મીડિયાના અહેવાલ બાદ ખનિજ તંત્ર એક્શન મોડમાં.
ખનિજ ચોરો સતર્ક થયા ખનિજ ચોરી ના સ્થળ-પરથી હીટાચી મશીનો અને ડમ્પરો હટાવી લેવાયા.
આશરે 60લાખની બે હિટાચી મશીનો જપ્ત કરી સિલ કરાયા.
ગુજરાત રાજસ્થાન બોર્ડરથી સાંતલપુર સુધી ભારતમાલા પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754 કે જે સંચોરથી સાંતલપુર ને જોડતો ( ઇકોનોમિક કોરિડોર3)નું હાલ નિર્માણકાર્ય ચાલુ છે, જે સુઈગામના મોરવાડા-અને જોરવારગઢ ગામની સીમમાં પસાર થતો હોઈ જે રસ્તાના નિર્માણ માટે જમીન લેવલિંગ કરવા કરોડો ટન ખનીજ (એટલે કે માટી)ની જરૂર હોઈ, ભારતમાલા અંડર ના ઠેકેદારો કે જેમને ફક્ત લેવલિંગ માટે ખનીજ પૂરું પાડવાનું છે, ત્યારે કટાવ, ગરાબડી,જોરવારગઢ, મોરવાડા, વગેરે ગામોની સીમના ખેડૂતો ના ખેતરો માંથી કરોડો ટન (ખનીજ) માટી ની ચોરી D.N.A નામની કંપની અને એક હરિયાણાની કંપની છે તે બંને કંપનીઓ દ્વારા કરોડો-ટન માટી(ખનીજ) ખેડૂતોને ભોળવીને તેમના ખેતરોમાંથી લઇ રહ્યા છે,જોકે એ કંપનીઓએ દેખાવ પૂરાવા માટે 10000.cmt ની પરવાનગી લઈને મળેલ પરવાનગી થી દસ-ગણું વધુ ઉંડાણમાં ખોદકામ કરીને ખનીજ(માટી) ની ચોરી કરી રહ્યા તેવા અહેવાલો મીડિયા માં પ્રસિધ્ધ થતાં જિલ્લાનું ,ખાણ-ખનિજ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ખનિજ-ચોરો પર એક્શન લેવા માટે સુઈગામ તાલુકાના મોરવાડા ગામના DNS નામની કંપનીના કેમ્પની બાજુમાં ખનિજ-ચોરી થતા ખેતરમાં સ્થળ પર દોડી આવ્યું હતું,અને સ્થળ પરથી DNS કંપનીના ઠેકેદાર થાનાભાઈ નામથી ચાલતા બે હિટાચી મશીનો જે આશરે 60(સાઈઠ) લાખના ગણતરી માં લઈને જપ્ત કરીને ભરતમાલાના KRC ઈન્ફો પ્રોજેક્ટ પ્રા.લી. કંપનીના કેમ્પ પર લઈ જઈને સિલ કરીને રખાવી દેવામાં આવ્યા હતા.અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ -:જીતેન્દ્રસિંહ ઝાલા
સુઈગામ-બનાસકાંઠા.