થરાદ સ્મશાનભૂમિ ખાતે પ્રાર્થના હોલ નું નિર્માણ કાર્ય શરૂ

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર માં રહેતા લોકો ને સ્મશાનભૂમિ માટે દુર સુધી જવું નાં પડે તેવા હેતુથી થરાદ માં સરસ સ્મશાનભૂમિ નું નિર્માણ નમૅદા કેનાલ નાં કિનારે કરવામાં આવ્યું છે જે કોરોના કાળ માં લોકો ને ખુબ ઉપયોગી સાબિત થયું છે થરાદ નગરપાલિકા દ્વારા સ્મશાનભૂમિ માં પ્રાથૅના હોલ ની જરુરીયાત ને ધ્યાનમાં રાખીને હોલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં થરાદ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઈ ઓઝા દ્વારા મુલાકાત લીધી અને ચાલતું કામ ગુણવત્તા યુક્ત થાય તેનાં માટે નિરીક્ષણ કર્યું હતું.
રીપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)