અમરેલીના સાવરકુંડલા માં સર્વસમાજનો પ્રથમ ઇતિહાસીક સમુહ લગ્નોત્સવ યોજાયો

અમરેલીના સાવરકુંડલા માં સર્વસમાજનો પ્રથમ ઇતિહાસીક સમુહ લગ્નોત્સવ યોજાયો
Spread the love

અમરેલીના સાવરકુંડલા માં સર્વસમાજનો પ્રથમ ઇતિહાસીક સમુહ લગ્નોત્સવ યોજાયો …

સર્વ સમાજ ગ્રૂપ સાવરકુંડલા દ્વારા પ્રથમ 10 સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું ..

સૂફી સંતોની દુવાઓ અને સાધુ સંતો ના આશીર્વાદ થી ઉધોગપતિઓ અને નેતાઓની બહોળી ઉપસ્થિતિ વચ્ચે 5 હિન્દુ ધર્મના અને 5 મુસ્લીમ ધર્મનાં વર ઘોડિયાઓ લગ્ન જીવન થી જોડાયા ….

સાવરકુંડલા શહેરનાં ઓપન એર થિયેટર ગ્રાઉન્ડ ખાતે સર્વ સમાજ ગ્રૂપ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ પાર પાડી 10 દીકરીઓના ધામ ધુમ થી લગન કરાવી સમગ્ર શહેર નુ નામ રોશન કર્યુ હતું ..

સાવરકુંડલાની ધરતી પર પ્રથમ માનવતા વાદી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા બદલ સર્વ સમાજ ગ્રૂપ ની પૂરી ટીમ નું રાજકીય નેતાઓ અને ઉધોગપતિઓ દ્વારા સન્માનપર્વક અભિનદન સાથે સન્માન કરવામાં આવ્યું હતું ..

આ કાર્યક્ર્મ ને ઉજવળ બનાવવાં સૂફી સંતો રાજકીય નેતાઓ ઉધોગપતિઓ અને દરેક સમાજ ના આગેવાનો ભાજપ કોંગ્રેસ અને આપ ના કાર્યકરો હિન્દુ મુસ્લિમ યુવાઓ અને દરેક સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા તન મન અને ધન થી સહયોગ મળ્યો હતો અને 10 લગન દંપતીઓ લગન જીવન સાથે જોડાયા હતાં અને સર્વ સમાજ ગ્રુપ ના કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો ..

સાવરકુંડલા ના પુર્વ ધારાસભ્ય કાળુંભાઈ વીરાણી દાઉદભાઈ લલિયા ઉદ્યોગપતિ ઉર્વિબેન ટાંક ભરતભાઈ ટાંક હાજી ઇનુસભાઈ દેરડી વાળા પાલીકા પ્રમુખ પતી રાજુભાઈ દોશી ઉપાધ્યક્ષ જયસુખભાઈ નાકરાણી સુન્ની મુસ્લિમ સમાજ ના ઇરફાનભાઇ કુરેશી ઇદ્રીસભાઈ જાદવ ઇરફાનભાઈ ગોરી સહિત રાજકીય નેતાઓ સૂફી સંતો કાર્યકરો સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં .

આ સમગ્ર કાર્યક્ર્મ ને સફળ બનાવવાં અને સાવરકુંડલા ની ભુમી ઊપર એતિહાસિક સર્વ જ્ઞાતિ ના પ્રથમ 10 સમૂહ લગ્ન નું આયોજન કરી સમગ્ર જીલ્લામાં ડંકો વગાડી દિન રાત મહેનત કરી ભવ્ય આયોજન કારનાર સર્વ સમાજ ગ્રૂપ ના દરેક કાર્યકરો પર લોકો એ અભિનદન વર્ષા ઓ કરી હતી આ સમગ્ર સમૂહ લગ્ન નુ આયોજન સર્વ સમાજ ગ્રૂપ ના મિત્રો પત્રકાર અરમાન ધાનાણી રજાકભાઈ ભટ્ટી સલીમભાઈ અજમેરી યોગેશ વાઘેલા અનિલ ગોહીલ યુનુસદાદા સવટ હાજી ઇમરાન હિંગોરા રાકેશ ભૂરો વિશાલ બોરીચા રમીઝ સૈયદ સોહીલ જોખીયા સહીત લોકો એ આ ભવ્ય આયોજન ને ઉજવળ બનાવ્યું હતું સમૂહ લગ્ન ના આયોજન માં સહકાર આપનાર તામામ લોકો નુ સર્વ સમાજ ગ્રૂપ વતી અરમાન ધાનાણી અને રજાકભટ્ટીએ આભાર વ્યક્ત કર્યો હતો …

IMG-20211221-WA0068-0.jpg IMG-20211221-WA0073-1.jpg IMG-20211221-WA0074-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!