હાલોલ:ચૂટણીના કવરેજ માટે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ નહી આપતા પત્રકારોઁનૂ તંત્રને આવેદન

હાલોલ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી ની મતગણતરીની પ્રક્રિયા હાલોલની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઇ હતી જેમાં મતગણતરીની પ્રક્રિયા જાહેર જનતા સુધી પહોંચે તેને લઈ ક મત ગણતરીની પ્રક્રિયાને કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે હાલોલ મામલતદારે પોતાનો મનસ્વી ભર્યો વ્યવહાર કરી પત્રકારોને કોલેજ કેમ્પસમાં જવા ના દેતા પત્રકારોમાં અપમાનિત થયાની લાગણી જોવા મળી હતી જેમાં દેશની ચોથી જાગીર ગણાતા લોકશાહીના આધારસ્તંભ પત્રકારોને લોકશાહીના મહાપર્વ ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આડે મામલતદારે પોતાનો મનસ્વી નિર્ણય વ્યક્ત કરી પોલીસને મધ્યસ્થી બનાવી પત્રકારોને ચૂંટણી પ્રક્રિયાની મતગણતરીની પ્રક્રિયા થી દૂર રાખ્યા હતા તેમજ આ બાબતે મામલતદાર સંગાડાએ જિલ્લાના માહિતી વિભાગ તરફથી પોતાને સ્થાનિક પત્રકારોની યાદી ન મળી હોવાનો લુલો બચાવ કર્યો હતો જેમાં સમગ્ર બાબતને લઈ હાલોલના તમામ પત્રકારોએ એકત્રિત થઇ ધરણાં પર બેસી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ચોથી જાગીરની સ્વતંત્રતા પર મામલતદારે તરાપ મારતા પત્રકારોએ આનો વિરોધ કરી હાલોલ પ્રાંત અધિકારીને પ આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્ર પત્રકારોએ પોતાનો રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે લોકશાહીના મહાપર્વ એવા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડતા લોકશાહીના આધારસ્તંભ એવા પત્રકારો જાહેર જનતા સુધી સાચી માહિતી ન પહોંચાડી શકે તેવો પ્રયાસ મામલતદારે કરેલ હોઇ મામલતદારે લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા પત્રકારોને અપમાનિત કરી પોતાની મનમાની કરી છે જેને લઇને ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરીની પ્રક્રિયાની સાચી માહિતી પ્રસિદ્ધ કરવામાં પત્રકારોને અવરોધ સર્જાયો છે જેને લઈ લોકતંત્રનું અપમાન થયું હોવાનું ફલિત થાય છે જેને લઇ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને પત્રકારોનું માન સન્માન સચવાઇ રહે તે માટે કસુરવાર સામે સમાજમાં દાખલો બેસે તેવી સકારાત્મક કાર્યવાહી કરવા પત્રકારોએ માંગણી કરી હાલોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આવેદન પત્ર સ્વીકારી પ્રાંત અધિકારી આલોક ગૌતમે મામલતદારએ પત્રકારોના સાથેના વ્યવહાર બદલની દિલગીરી વ્યક્ત કરી મામલતદારે જાહેરમાં ભૂલ કરી હોવાનું સ્વીકારી ભવિષ્યમાં આ પ્રકારનું પત્રકારો સાથે વર્તન નહિ કરાય તેવી બાંહેધરી આપી હતી જેમાં આવેદનપત્રની નકલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સહિત ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત રાજ્યના માહિતી નિયામક,પંચમહાલ જિલ્લા કલેકટર, રેન્જ આઈ.જી.પંચમહાલ,જિલ્લા પોલીસ વડા, પંચમહાલ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી (નિવાસી કલેકટર) સુધી પહોંચતી કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
રીપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )