રાજકોટ ના કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડનં.૭માં મુલાકાત કરી

રાજકોટ ના મહાનગરપાલિકા કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડનં.૭માં મુલાકાત કરી ટેક્સ વસુલાત, કોવીડ વેક્સીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, વોંકળા સફાઈની વિગેરેની માહિતી મેળવી.
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય અને અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ જઈને નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરી શકાય તે માટે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દ્વારા સતત ફિલ્ડમાં રહી વિવિધ કામગીરીની સમીક્ષા કરે છે. જે અંતર્ગત તા.૨૧-૧૨-૨૦૨૧ ના રોજ વોર્ડનં.૭ની વોર્ડ ઓફિસે જઈને સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી ટેક્સ વસુલાત, કોવીડ વેક્સીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, વોંકળા સફાઈની વિગેરેની માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશનરશ્રીએ વોર્ડનં.૭માં વોર્ડ ઓફિસે રૂબરૂ બેસીને સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી આ વોર્ડના કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર, પી.એ.(ટેક.) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, આસી. કમિશનરશ્રી એચ.કે.કગથરા, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી વલ્લભ જીંજાળા, નાયબ આરોગ્ય અધિકારીશ્રી હાર્દિક મેતા, ડી.ઈ.ઈ.શ્રી વી.પી.પટેલીયા અને વોર્ડનં.૭ના વોર્ડ ઓફિસરશ્રી સિધ્ધાર્થ પંડ્યા હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.