ડભોઇ ” મંગલેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
” મંગલેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો ”
ડભોઇ-દભૉવતી નગરીમાં મંગલેશ્વર મહાદેવ મંદિરે આજરોજ ભગવાનના ૬૮માં પ્રાગટ્ય દિને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તેમજ મહાઆરતી અને સાંજે પ્રસાદીનું સુંદર આયોજન મંદિર ટ્રસ્ટી સંજયભાઈ તેમજ જયંતભાઈ દ્વારા કરાયુ હતું.આ ધાર્મિક કાર્યક્રમોનો ભકતજજનોએ લ્હાવો લઈ ભગવાન મંગલેશ્વર મહાદેવના દર્શન કરી પોતાની જાતને ધન્ય બનાવી હતી. ધાર્મિક વાતાવરણમાં ભક્તિભાવ સાથે ૬૮માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઇ હતી.
ડભોઇ વિભાગ હાઇસ્કુલ માર્ગ પર ગૈબનશા પીર દરગાહ પાસે આવેલ ભગવાન મંગલેશ્વર મહાદેવ મંદિરનો આજરોજ ૬૮મો પ્રાગટ્ય દિન હોય સંવત ૨૦૧૦ ને માગસર વદ બીજના શુભ દિવસે ગાડાચીલા રસ્તે આ ભગવાન મંગલેશ્વર મહાદેવ સ્વંભુ પ્રગટ થયા હતા. ત્યારથી પુજા અર્ચના હોમાત્મક યજ્ઞો,મહાઆરતી અને શિવરાત્રી સહીત શ્રાવણ માસમા ભક્તજનોની ભીડ દર્શનાર્થે ઉમટી પડે છે.મંદિર ના મુખ્ય ટ્ર્સ્ટી જયંતભાઇ ત્રિવેદી અને સંજયભાઇ પંડીત ધ્વારા મંગલેશ્વર મહાદેવ મંદિરે કાર્યક્રમો ના સુંદર આયોજન તેમજ ભક્તજનો ને સુવિધાઓ પુરી પાડવા તેમજ મંદિર ના વહીવટ ના સુચારુ આયોજન માટેની કામગીરી સંભાળી રહ્યા હોય આજરોજ પ્રાગટ્ય દિન નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ,મહાઆરતી તેમજ સાંજે પ્રસાદીનું પણ મંદિર ટ્રસ્ટ ધ્વારા ખુબજ સુંદર આયોજન કરાયુ હતુ.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)