લાખણી: કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક યોજાઇ

બનાસકાંઠા જિલ્લામાં લાખણી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, યુવક કોંગ્રેસ નાં હોદેદારો,એનએસયુઆઈ નાં હોદેદારો વગેરે આગેવાનો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.લાખણી ખાતે હિંગળાજ માતાજી ના મંદીર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી અમૃતજી ઠાકોર ના અઘ્યક્ષ સ્થાને કોંગ્રેસ સમિતિ ની વિસ્તૃત કારોબારી ની મીટીંગ યોજાઈ.. જેમાં લાખણી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ધુડાભાઈ, યુવક કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગલસર, દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, ભરતસિંહ વાઘેલા, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કુલદીપ વન ગોસ્વામી, ભલજીભાઈ વગેરે કોંગ્રેસ નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ ની વિચારધારા ને સમથૅન માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આવનાર ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતીથી વિજય થાય તેવી સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાકલ કરી અને ખાત્રી આપી..!!
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)