કડીના ભટાસણમાં પૈસાની લેતી દેતી મામલે ધોકાવાળી:એક ને ઇજા: 6 સામે ફરિયાદ

કડીના ભટાસણમાં પૈસાની લેતી દેતી મામલે ધોકાવાળી:એક ને ઇજા: 6 સામે ફરિયાદ
Spread the love

કડીના ભટાસણમાં પૈસાની લેતી દેતી મામલે ધોકાવાળી:એક ને ઇજા: 6 સામે ફરિયાદ

– ગ્રાહક અને વેપારી વચ્ચે માથાકૂટ માં વેપારી પર હુમલો

કડી તાલુકામાં આવેલ ભટાસણ ગામમાં આવેલા ગૌરવ ટ્રેડર્સ ની દુકાન પર ગ્રાહક અને વેપારી વચ્ચે પૈસા ની લેતીદેતી મામલે મારામારી સર્જાઈ હતી જેમાં વેપારી ને મારમારતા ઇજાગ્રસ્ત બન્યો હતો બાદમાં વેપારી અને ગ્રાહકે હાલમાં સામસામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

કડી તાલુકા ના ભટાસણ ગામમાં ગૌરવ ટ્રેડર્સ ના મલિક અને રેતી કપચી લેવા આવેલા ગ્રાહક વચ્ચે પૈસાની ઉઘરાણી મામલે માથાકૂટ થઈ હતી જેમાં સૈયદ મજૂર હુસેન ,સૈયદ તનવીરમીયા તેમજ સૈયદ જીસાનમિયા નામના વ્યક્તિઓ દશ દિવસ અગાઉ ટ્રેડર્સ માંથી રેતી કપચી લઇ ગયા હતા જેના પૈસા 4500 રૂપિયા આપવા માટે ટ્રેડર્સ પર આવ્યા હતા બાદમાં બોલાચાલી થતા ત્રણે જાણ ઉશ્કેરાઈ જઇ લોખંડ ની પાઇપ વેપારી ના માથામાં મારી હતી જેથી વેપારી લોહીલુહાણ બન્યા હતા

બાદમાં બને પક્ષ વચ્ચે ધોકાવાડી થતા વેપારી ને ઈજાઓ પહોંચી હતી બાદમાં વેપારી ને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લાવામાં આવ્યા હતા જ્યાં વેપારીને માથાના ભાગે 16 ટાંકા આવ્યા હતા તેમજ હાથમાં પણ ટાંકા આવ્યા હતા

બાદમાં વેપારી એ સૈયદ મજૂર હુસેન હુસેનમિયા,સૈયદ તનવીરમીયા રિયાસતઅલી અને સૈયદ મહમદ જિશાન મજૂરહુસેન સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ગ્રાહક તરીકે આવેલા મજૂરઅલી સૈયદે વેપારી ગૌરવ પટેલ,રમેશ પટેલ,રસિકભાઈ પટેલ સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!