લ્યો…મહેસાણા માં એસટી ડેપોમાં પડેલી બસમાંથી કોઈ બે બેટરી કાઢી ગયું

લ્યો…મહેસાણા માં એસટી ડેપોમાં પડેલી બસમાંથી કોઈ બે બેટરી કાઢી ગયું
– હાલમાં પોલીસ મથક માં 14900 ના મુદ્દામાલ ની ચોરી ફરિયાદ નોંધાઈ
મહેસાણા શહેર માં એક ચોંકાવનારી ઘટના પ્રકાસ માં આવી છે જેમાં કોઈ અજાણ્યા ઈસમો મહેસાણા ના જુના ડેપોમાં પડેલી એસટી બસ માંથી બે બેટરિયો ચોરી ગયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે મામલે પોલીસે પણ તપાસ માં બસ સ્ટોપ ના સીસીટીવ તપાસ કરવાનું ચાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું
મહેસાણા માં રાજમહેલ રોડ પર આવેલ જુના એસટી બસ પોર્ટ માં સાંજે GJ18Z1418 નમ્બર ને ખામી સર્જાતા તેને રીપેર માટે વોર્ક શોપ માં મુકવામાં આવી હતી જ્યાં રીપેર થઈ જતા એસટી બસ મેનેજર ના ક્વાર્ટર પાસે પાર્ક કરી હતી
બાદમાં એસટી બસ ને સાલડી થી ગોગા ગમાન પુરા ની ટીપ પર લઈ જવાની હોવાથી વી.ઇ.ટેબલ ના બાબુભાઇ એસટી બસ ચાલુ કરવા જતાં બસ ચાલુ ના થતા ઇલેકટ્રીશિયન ને બોલાવી બસ માં જમ્પર મારી બસ ચાલુ કર્યા બાદ બસ સલડીની ટ્રીપ પુરી કર્યા બાદ મહેસાણા ડેપો માં પરત લાવામ આવી હતી
જ્યાં બસ ના ડેશબોર્ડ માં કોઈ લાઈટ ચાલુ નહિ હોવાથી વોર્કશોપ ના કારીગરોએ બસ ચેક કરતા જાણવા મળ્યું કે એસટી બસ માં લાગેલી બે બેટરીઓ ગાયબ છે જેથી આ મામલે વોર્કશોપ ના સ્ટાફ ને બેટરીમામલે પૂછપરછ કરી હતી બાદમાં બેટરી નો ક્યાંય ના મળતા આખરે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં 14 હજાર 900 ના મત્તાની ચોરી અંગે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે
હાલ માં મળતી માહિતી પ્રમાણે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે તેમજ એસટી બસ સ્ટોપ ના સીસીટીવ ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે જોકે મહત્વ નું એ છે કે વોર્ક શોપ માંથી મળતી માહિતી પ્રમાણે બેટરી ની વજન અંદાજે 15 કિલો આસપાસ હોવાથી બેટરી એક વ્યક્તિ ઉપાડી શકે તેમ નથી જેથી આ ચોરી માં બે ઈસમો મ યા એનાથી વધુ ઈસમો આ ચોરી ને અંજામ આપ્યું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે