મહેસાણા માં મૃતકના પુત્ર પાસેથી વીમો પાસ કરાવવા ચાર હજારની લાંચ લેતા દુધમંત્રીને ACBએ ઝડપ્યો

મહેસાણા માં મૃતકના પુત્ર પાસેથી વીમો પાસ કરાવવા ચાર હજારની લાંચ લેતા દુધમંત્રીને ACBએ ઝડપ્યો
Spread the love

મૃતકના પુત્ર પાસેથી વીમો પાસ કરાવવા ચાર હજારની લાંચ લેતા દુધમંત્રીને ACBએ ઝડપ્યો

‘સરકારમાં વ્યવહાર આપવો પડશે’ તેમ કહી મૃતકના પુત્ર પાસેથી વીમો પાસ કરાવવા ચાર હજારની લાંચ લેતા દુધમંત્રીને ACBએ ઝડપ્યો

ડેરીના મંત્રીએ મૃતક સભાસદના પરિવાર પાસે 35 હજારનો વીમો પાસ કરાવવા ચાર હજાની લાંચ માંગી હતી

મહેસાણા જિલ્લાના કુકસ ગામમાં આજે મહેસાણા ACBએ ડેરીના મંત્રીને લાંચ લેતા ઝડપી લીધો હતો. ડેરીના એક સભાસદના મોત બાદ તેના પરિવારે વીમો મંજૂર કરાવવા ડેરીના મંત્રીને જાણ કરી હતી. જેમાં મંત્રીએ વીમો મંજૂર કરાવવા 4 હજારની લાંચ માંગી હતી. જેમાં ACBએ ડેરીના મંત્રીને લાંચ લેતા ઝડપી લીધો હતો.

મહેસાણા તાલુકામાં આવેલા કુકસ ગામમાં ફરિયાદીના પિતા ગામની દૂધ મંડળીના સભાસદ હતા. જેમનું ત્રણ માસ અગાઉ કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું. જેમાં મૃતક ને 35 હજારનો વીમો મળવાપાત્ર હતો. જે વીમો આજદિન સુધી નહોતો મળ્યો, જેથી મૃતકના પુત્રે આ મામલે ડેરીના મંત્રી નારણ મોતીભાઇ ચૌધરીને વાત કરી હતી.

ડેરીના મંત્રીએ મૃતકના પુત્રને કહેલું કે, 35 હજાર સરકારમાંથી મંજૂર કરાવવા ઉપર સંઘના સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે. તેમ કહી ડેરીના મંત્રીએ મૃતકના પુત્ર પાસે 4000ની લાંચ માંગી હતી.

લાંચની રકમ મૃતકનો પુત્ર આપવા માંગતો નહોતો જેથી તેણે મહેસાણા ACBમાં જાણ કરી હતી. જેથી ACBએ છટકું ગોઠવી ડેરીના મંત્રી નારણ ચૌધરીને રૂપિયા 4 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!