બનાસકાંઠા ના સાંસદ દ્વારા થરાદ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ થરાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ની આજે બનાસકાંઠા સાંસદ દ્વારા મુલાકાત લીધી હતી.જેમા ચાલતી સારવાર નાં દર્દી ઓની વિગતવાર ચકાસણી કરી હતી.હોસ્પિટલ નાં વિવિધ વિભાગો માં પણ કામગીરી ની મુલાકાત લીધી હતી.જે આજે નિરામય ગુજરાત અંતર્ગત થરાદ ખાતેની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ની મુલાકાત લીધી .
> જેમાં ડાયાલિસીસ વોર્ડની મુલાકાત લઈ દર્દીઓને મળતી સેવાઓની જાણકારી મેળવી.
> બન્ને ઑક્સિજન પ્લાન્ટોને ચાલુ કરાવી તેની સક્ષમતાની ચકાસણી કરી.
> PMUAY કાર્ડ સેન્ટરની મુલાકાત લઇ લાભાર્થીને કાર્ડ એનાયત કર્યું .
> કોવિડ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી.
> બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીઓને કેસ કાઢવાની બારી ની લાઈન જોઈ બે બારીઓની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)