પાણેથા : રેતીની ટ્રકો પર કન્ટ્રોલ લાવવા કલેકટરને લેખિત રજુઆત કરાઈ

પાણેથા : રેતીની ટ્રકો પર કન્ટ્રોલ લાવવા કલેકટરને લેખિત રજુઆત કરાઈ
Spread the love

પણેથા : રેતીની ટ્રકો પર કન્ટ્રોલ લાવવા કલેકટરને લેખિત રજુઆત કરાઈ

પાણેથા વિસ્તારમાંથી ઓવરલોડ પાણી નિતરતી રેતી નું વહન કંટ્રોલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડેશે

પાણેથા ગામના સહકારી આગેવાને સીસીટીવી ફૂટેજ સહિતનો વેબ્રિજ ભીની રેતી ઓવરલોડ રેતી કંટ્રોલ કરવા માટે જિલ્લા કલેકટર અને ભૂસ્તરશાસ્ત્રી અને લેખિતમાં રજૂઆત કરી છે.

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના કલ્પેશ જી દેસાઈએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે કે ઝઘડિયા તાલુકામાં આવેલી ભરૂચ બરોડા જિલ્લાની રેતીની લીઝો પરથી વડીયા વેલુગામ ક્રોસિંગ પર સીસીટીવી સાથે વેબ્રીજ મૂકવામાં આવે. તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે પાણેથા વિભાગના સરપંચો દ્વારા ગત તા.૨૬.૮.૨૧ ના રોજ અરજી આપવામાં આવી હતી તે અંગે કોઈ પગલાં ભરવામાં આવેલ નથી તે રજૂઆતની માંગો વહીવટી તંત્ર ક્યારે પૂરી કરશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. હાલમાં રેતીના સાધનો ઓવરલોડ ભીની રેતી રાત દિવસ ચાલુ છે, જેના કારણે પાણેથા પંચાયત પાદર થી સ્ટેન્ડ સુધી તેમજ ઉમલ્લા વાઘપુરા બજારમાં હાલમાં ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થઇ છે, તેનાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી જતા બીમારીનો ભોગ પાણેથા વાઘપુરા ઉમલ્લાના લોકો બની રહ્યા છે. તદુપરાંત વેલુગામ થી ઉમલ્લા ડામર રોડ પણ ખરાબ હાલતમાં છે. ઓવરલોડ રેતી વાહતુક થવાથી નવો ડામર રોડની ટકાઉ શક્તિ ઘટી રહી છે તો તેના માટે જવાબદાર કોણ છે. કલ્પેશ દેસાઇ એ વધુમાં જણાવ્યું હતું કે ૧૫ દિવસમાં પાણેથા સીસીટીવી ફૂટેજ સહિતનો વેબ્રીજ મુકવાની વ્યવસ્થા અને ભીની રેતી ઓવરલોડ વાહનો કંટ્રોલ કરવામાં નહીં આવે તો વડીયા તળાવ મુકામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!