કોરોના વિસ્ફોટ, મોરબીમાં છ તરુણ સહીત વધુ સાત દર્દી કોરોના સંક્રમિત

મોરબીવાસીઓ શાનમાં સમજી જજો નહિ તો ત્રીજી લહેર દુર નથી
મોરબી શહેર અને જીલ્લામાં વિરામ બાદ મંગળવારે એક વિદ્યાર્થી સહીત બે દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જે કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા વધુ છ તરુણ સહીત સાત દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં રીતસરની દોડધામ મચી જવા પામી છે
મંગળવારે એક વિદ્યાર્થી સહિતના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા તાકીદના પગલા ભરીને દર્દીના સંપર્કમાં આવેલ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ગઈકાલના બંને દર્દીના સંપર્કમાં આવેલ વધુ ૭ લોકો કોરોના સંક્રમિત હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જેમાં મોરબી શહેરના રહેવાસી ૧૭ વર્ષના પાંચ તરુણ ઉપરાંત ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકનો ૧૭ વર્ષનો તરુણ એમ છ ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તે ઉપરાંત મોરબી શહેરના રહેવાસી ૩૧ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે તમામ દર્દીઓ ગઈકાલના પોઝીટીવ બંને દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગઈ કાલે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલય ના વિદ્યાર્થી ના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળા માં આજ રોજ કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ,. જેમાંથી તેના સંપર્ક માં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે..
રીપોર્ટ :- જનક રાજા, મોરબી