રાજય સરકારશ્રી દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ  પારિતોષિકો એનાયત થશે

રાજય સરકારશ્રી દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ  પારિતોષિકો એનાયત થશે
Spread the love

રાજય સરકારશ્રી દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ  પારિતોષિકો એનાયત થશે

તારીખ ૨૧ જાન્યુઆરી સુધીમાં રૂબરૂ ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે.

                જૂનાગઢ :  દિવ્યાંગ વ્યક્તિઓ ના કલ્યાણ માટે કલ્યાણ માટે પારિતોષિક વર્ષ ૨૦૨૧ અન્વયે રાજ્ય સરકાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજી ઉમેદવારે તારીખ ૨૧/૧/૨૦૨૨ સુધીમાં રૂબરૂ કે ટપાલ દ્વારા કરવાની રહેશે.

        વર્ષ ૨૦૨૧ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ/ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ. દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓ ને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યકક્ષાના પારિતોષિકો માટે અરજી નિયત નમૂનામાં અલગ-અલગ રજૂ કરવાની રહેશે. દિવ્યાંગ પારિતોષિક માટેની ઉકત  કેટેગરીઓની અરજીઓનો નમુનો વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in  ઉપરથી મેળવી શકાશે. તથા જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરીમાંથી વિનામૂલ્યે તારીખ ૨૧/૧/૨૦૨૨  સુધીમાં મળી શકાશે.તથા અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, દિવ્યાંગતા અંગેનું  છેલ્લા ત્રણ માસની અંદર નું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહીત બીડાણમાં  સામેલ મુજબની પૂરેપૂરી વિગતો જણાવી તેમજ સંબંધિત જરૂરી આધારો સામેલ કરવાના રહેશે તેમજ ભરેલ અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી, દિવાન ચો,ક રંગમહેલ જૂનાગઢ કચેરીને મોડા મોડા તારીખતા.૨૧/૧/૨૦૨૨  સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બીડાણ સહિતની મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.

 અધુરી વિગત વાળી નિયત સમયમર્યાદા બાદની આવેલ અરજી જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ ખાતે સ્વીકારવામાં આવશે નહિ. વધુ માહિતી માટે જરૂર જણાય તો જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક – ૬૩૫૭૩૯૦૩૯૦ પર કરવા જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારી દ્રારા જણાવવામાં આવ્યું છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!